માત્ર 21 વર્ષની યુવતીએ સુસાઈડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું – યુવતીએ સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, “મને માફ કરી દેજો…”

Published on: 5:13 pm, Mon, 4 July 22

મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે જેવું ટૂંકાવવાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે. આજકાલના યુવાનો અને યુવતીઓ નાની-નાની બાબતમાં આ પગલું ભરી લે છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. એક 21 વર્ષની યુવતીએ પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. આ ઘટના બિહારની રાજધાની પટનામાં બની હતી.

શનિવારના રોજ બપોરના સમયે યુવતીનું મૃતદેહ રૂમમાંથી મળી આવ્યું હતું. યુવતીએ પોતાનું જીવન ટૂંકાવ્યા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં યુવતીએ તેના માતા-પિતાની માફી માંગી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અમે એવી ભૂલ કરી છે કે અમે પ્રેમમાં પડ્યા છીએ.

વધુમાં લખ્યું હતું કે “મેં આ પગલું ભર્યા પહેલા ઘણું વિચાર્યું અને ત્યારબાદ આ પગલું ભર્યું છે”. મારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. સુસાઇડ નોટ યુવતી પાસેથી મળી આવી હતી. મૃત્યુ પામેલી યુવતીનું નામ ઈશરત પરવીન હતું. તે પીઝા હટમાં કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી.

દીકરીના મૃત્યુ બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે જણાવ્યું કે આ ઘટનાને લઈને હજુ પણ યુવતીના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી નથી.

પરંતુ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સમગ્ર ઘટનાને સ્થાનિક લોકોનું કહેવું છે કે, યુવતીનું સ્થાનિક છોકરા સાથે અફેર હતું. થોડાક દિવસ પહેલા યુવતી પોતાના ઘરેથી ભાગીને પંજાબ ચાલી ગઈ હતી અને તેને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ વાત યુવતીએ સુસાઇડ નોટમાં લખી હતી.

તેને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અમે પ્રેમ કરીને ભૂલ કરી છે. અમે જાણીએ છીએ કે તમે હજુ પણ અમને પ્રેમ અને વિશ્વાસ આપશો. પરંતુ હવે અમે પ્રેમને લાયક નથી. વધુમાં લખ્યું હતું કે ” મને માફ કરી દેજો” ભલે મેં એને મારા પ્રેમીએ બધાની સામે લગ્ન ન કર્યા, પરંતુ અમારા બંને નાના લગ્ન થઈ ગયા છે. તેણે ક્યારેય મને લગ્ન કરવા માટે દબાણ નથી કર્યું. આવું લખીને યુવતીએ ગળાફાંસો ખાઈ લીધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માત્ર 21 વર્ષની યુવતીએ સુસાઈડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું – યુવતીએ સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, “મને માફ કરી દેજો…”"

Leave a comment

Your email address will not be published.


*