દાહોદ ગરબાડા હાઇવે પર સ્વિફ્ટ કાર અને ઈકો કાર વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 2 લોકોના મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…

ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે બધી રહે છે. ગુજરાતના દાહોદ જિલ્લાની વાત કરીએ તો રોજ રોજ અહીં નાના-મોટા અકસ્માત સર્જાતા રહે છે. ત્યારે દાહોદ ગરબાડા હાઇવે પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જ્યારે આ અકસ્માતની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા વ્યક્તિને પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર દાહોદના ગરબાડા હાઇવે પર ખરજ ગામની નજીક એક સ્વીફ્ટ કાર અને ઈકો કાર સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જ્યારે મહિલા સહિત ચારને ઇજા પહોંચી છે.

અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકતા થઈ ગયા હતા ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતની ઘટનામાં બંને વાહનોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે સ્વિફ્ટ કારની અંદર 7 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત કોની ભૂલના કારણે થયો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

અકસ્માતની ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દાહોદ જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો અકસ્માત દાહોદમાં સર્જાયો છે. પ્રથમ અકસ્માત એસટી બસ ખાડામાં ખાબકી હતી. બીજો અકસ્માત દાહોદ ગોધરા હાઇવે પર પોલીસકર્મિનેટ અજાણ્યા વાહને અડફેટમાં લેતા તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ આજે સર્જાયો તે અકસ્માત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*