સુરતમાં જીલાણી બ્રિજ પાસે એક કાર ચાલકે રસ્તાની વચ્ચોવચ ટર્ન લીધો, પાછળથી આવતા બાઈક સવારને મૃત્યુ દેખાયું – જુઓ લાઈવ અકસ્માતની ઘટના…

સુરતમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના જીલાણી બ્રિજ નજીક બની હતી. આ અકસ્માતની ઘટનામાં એક કાર ચાલકની ભૂલના કારણે પાછળથી આવતા બાઈક સવાર યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જેમાં તમે જોઈ શકો છો કે, એક કાર ચાલક અડધા રસ્તે કોઈપણ સિગ્નલ આપ્યા વગર ટર્ન લઈ લે છે. જેના કારણે પાછળથી પુરપાડ ઝડપે આવતી બાઈક કાર સાથે અથડાય છે. આ ઘટનામાં બંને બાઈક સવારની ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બની ત્યારે પાછળથી એક સ્કૂલ બસ પણ આવી રહી હતી.

પરંતુ સ્કૂલ બસ ચાલે કે યોગ્ય સમયે બ્રેક લગાવી દીધી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર કિશન રાઠોડ નામનો યુવક તેના મિત્ર વિશાલ સાથે સ્પ્લેન્ડર બાઈક પર જઈ રહ્યો હતો.

બંને બાઈક પર જીલાણી બ્રિજના છેડા પર પહોંચ્યા હતા. આ દરમિયાન આગળ જઈ રહેલો એક કાર ચાલક અચાનક જ સાઈડ લાઈટ બતાવ્યા વગર અડધા રોડે ડાબી બાજુ ટર્ન લે છે. જેના કારણે બાઇક પર સવાર બંને મિત્રો કાર સાથે અથડાય છે.

આ અકસ્માતની ઘટનામાં કિશન રાઠોડ અને તેના મિત્ર વિશાલને ગંભીર ઈજા પહોંચી હતી. કિસન બેભાન થઈ ગયો હતો તેને બેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તેના મોઢાના ભાગે ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*