હાથીઓનું ટોળું અચાનક જ રસ્તા ઉપર આવી ગયું, ત્યારબાદ વાહન ચાલકો સાથે થયું એવું કે – વીડિયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં પ્રાણી સંબંધીત ઘણા અવારનવાર વિડીયો જોયા હશે. દેશમાં ઘણા એવા રસ્તાઓ છે જે જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે અને અનેક વખત આ રસ્તા ઉપર વન્ય પ્રાણીઓ આવી ઉત્તરે છે. જ્યારે કોઈ જંગલી પ્રાણી રસ્તા ઉપર ઉતરી આવે છે, ત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી જાય છે.

ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક હાથીઓનું ટોળું અચાનક રસ્તા ઉપર આવી ઉતર્યું છે. હાથીઓને જોઈને લોકો હચમચી ગયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જંગલમાંથી પસાર થતા રસ્તા ઉપર અચાનક હાથીઓનું એક ટોળું આવી ઉતરે છે.

હાથીઓનું ટોળું રસ્તા ઉપર ભારે ધમાલ મચાવી રહ્યું હતું. આ દરમિયાન એક કાર હાથીઓની સામે આવી પહોંચે છે. કારને જોઈને હાથીઓ ગુસ્સામાં ભરાય છે અને કાર ઉપર પ્રહાર કરે છે. આ ઘટનામાં ગુસ્સામાં આવીને હાથીએ કારનો કાચ તોડી નાખ્યો હતો.

આ ઘટના બનતા જ કારમાં સવાર લોકો ડરી ગયા હતા અને તેઓ કારમાંથી નીચે ઉતરીને પાછળ ભાગવા લાગ્યા હતા. પરંતુ કારચાલક થોડીક હિંમત રાખીને હાથીઓના ટોળાથી કાર દૂર લઈ આવે છે. ત્યાં હાજર અન્ય લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધા હતા. આ ઘટના બનવાના કારણે ત્યાં હાજર તમામ લોકો હચમચી ગયા હતા.

વાયરલ થઈ રહેલું આ વિડીયો કર્ણાટકના હસનુરનો છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ વિડીયો ટ્વીટરમાં Supriya Sahu IAS પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 27,000 થી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*