આજે આપણે એક ચોંકાવનારા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં 105 વર્ષની ઉંમરે પણ એક દાદીમાએ દોડીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે, ત્યારે આ વાત જાણીને ખૂબ જ નવાઈ લાગશે કે આટલી બધી ઉંમરે પણ તેઓ દોડી શકે છે. એટલું જ નહીં પરંતુ આ દાદીમાએ આટલી ઉંમરે પણ સો મીટરની રેસ 45 સેકન્ડમાં પૂરી કરી નાખી અને નવો રેકોર્ડ બનાવ્યો.
વિસ્તૃતમાં જણાવીશ તો મહેન્દ્રગઢ ની સરહદ પાસે આવેલા એ ચરખી દાદરી જિલ્લાનું છેવાડાનું ગામ એટલે કે કાદમાં જ્યાં રાષ્ટ્રીય સ્તરની રમત ગમત સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એ અનેક ગોલ્ડ મેડલથી જાણીતું થયું છે તેવામાં દાદીમા કે જેમનું નામ રામબાઈ છે તેમણે તેમની 105 વર્ષની ઉંમરે પણ દોડીને સમગ્ર ગામનું નામ રોશન કર્યું છે.
આ કાદમા ગામનો રહેવાસી એવા રામ બાઈ કે જેમની આટલી બધી ઉંમરે પણ તેઓ દોડી શકે છે. એટલું જ નહીં પરંતુ તેમને એક નવો રેકોર્ડ બનાવ્યો અને દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા. જેનાથી આખા ગામમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું હતું. એટલું જ નહીં પરંતુ તેઓ તો ઘણી બધી હરીફાઈમાં તેમને મેડલ જીત્યા છે.
ત્યારે વાત કરીશું તો સો 200 મીટર દોડ, રિલે દોડ, લાંબી કૂદ એમ કુલ થઇને ચાર ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર ગામનું ગૌરવ વધાર્યું છે. એક વાર આ રામ બાઈ ગુજરાતના વડોદરામાં એક સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે પણ 85 ની ઉંમર થી વધુના એક પણ રાત્રે તેમની સાથે દોડવા તૈયાર થયા ન હતા અને છેવટે રામભાઈ મેદાનમાં દોડી અને ગોલ્ડ મેડલ જીતીને આખા ગામનું નામ રોશન કર્યું.
ત્યારે નવાઈની વાત તો એ કે આજના જમાનામાં આટલી બધી ઉંમરના લોકો માત્ર ઘરમાં ખેતરમાં જ જોવા મળે છે. જ્યારે આ રામબાઈ 105 વર્ષની ઉંમરે પણ દોડની સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ મેડલ જીતીને આવે છે. એટલું જ નહીં પરંતુ આ રામબાઈ નો આખો પરિવાર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ રહ્યો છે.
તેમની દીકરી પણ 62 વર્ષની કે જેમણે રિલે દોડમાં ગોલ્ડમેડલ જીતી ચૂક્યા છે અને વાત કરીશું તો આ રામ બાઈના પુત્ર કે જે 70 વર્ષની ઉંમરે પણ 200 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે. સમગ્ર ગામમાં આ પરિવાર રમત-ગમત ક્ષેત્રે ખૂબ જ આગળ રહ્યું છે.
એવામાં આ રામબાઈ એટલેટિકસ ખેલાડી છે. તેમણે પોતાના વૃદ્ધાવસ્થાની ચિંતા કર્યા વગર જ રમતને જીવન સાથે વણી અને મહેનતથી આગળ વધી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે ખૂબ જ ધ્યાન દોરી રહ્યા છે.તેઓ રોજ વહેલી સવારે ઊઠીને ચાલવાની અને દોડવાની પ્રેક્ટિસ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment