આજના સમયમાં રક્તદાન કરવું એ ખૂબ જ મહત્ત્વનું બન્યું છે, ત્યારે લોકો રક્તદાન કરીને સમાજમાં માનવતા મહેકાવી નજરે પડે છે. જે રક્ત એકત્ર થાય છે તેને બ્લડ બેંકમાં જમા કરવામાં આવે છે. ઘણા લોકો રક્તદાન કરીને બીજા ઘણા લોકોને નવું જીવન મળે તે માટે નું પુણ્ય કામ કરતા હોય છે.
એવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યા છે જેના વિશે વાત કરીશું તો સૌ કોઈ પ્રેરણા લેવી જોઈએ. અમદાવાદનો એક પરિવાર જેણે અત્યાર સુધી 250 થી વધુ વખત રક્તદાન કરીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડયો છે. વાત જાણે એમ છે કે આ પરિવારમાં એક રક્તદાતા ડોક્ટર વિનીત પરીખ કે જેઓ MBBSના અભ્યાસ કરી ચુક્યા છે.
આ શિક્ષિત પરિવારે અત્યાર સુધીમાં 250થી વધુ રક્તદાન કરીને સમાજમાં એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિસ્તૃતમાં જણાવીશ તો પરિવારના ડોક્ટર વિનિત પરીખની પત્ની પણ અત્યાર સુધી 92 વખત રક્તદાન કરી ચૂક્યા છે અને ઘણા એવા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરે છે.
તેમનો આખો પરિવાર રક્તદાનની પ્રવૃત્તિઓ સાથે રંગાયેલો છે. અત્યાર સુધી ઘણી વખત રક્તદાન કરીને સમાજમાં બધા જ લોકોને માર્ગદર્શન આપતા ફરે છે કે રક્તદાન કરવાથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થાય છે. તેમની ઇચ્છા છે કે 125 વખત રક્તદાન કરે જ્યારે તેમને પહેલી વાર રક્તદાન કર્યું હતું.
ત્યારે જ તેમણે નક્કી કર્યું હતું કે આ પ્રવૃત્તિ તેઓ જીવનભર સુધી ચાલુ જ રાખશે અને તેમના દીકરાઓએ પણ અત્યાર સુધીમાં 33 વખત રક્તદાન કર્યું છે.સમાજમાં બધા જ લોકોને રક્તદાન કરવા માટે પ્રેરણા આપી રહ્યા છે. જ્યારે ડોક્ટર વિનીત પરીખના મોટાભાઈને પુણ્યતિથિ હતી તે દરમિયાન તેમણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
જેમાં તેમણે 60 જેટલી રક્તની બોટલો એકઠી કરી હતી અને બ્લડ બેંકમાં જમા કરાવી હતી. આ ઉપરાંત જ્યારે તેમની દીકરીના લગ્ન હતાં ત્યારે પણ તેમણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં દીકરી અને જમાઈ સહિત લોકોએ રક્તદાન કર્યું હતું અને સમાજમાં એક નવું માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment