અંગદાન એ મહાદાન…! સુરતમાં રાજપૂત યુવકના મૃત્યુ બાદ પરિવારના લોકોએ અંગદાન કરીને, 5 લોકોને નવું જીવનદાન આપ્યું…

Published on: 1:26 pm, Sun, 19 June 22

અંગદાન એ મહાદાન! ત્યારે આ વાતને સાર્થક કરતું સુરત શહેર કે જે આજે દેશમાં ઓર્ગન ડોલર સિટી તરીકે ખ્યાતી પામી રહ્યો છે. એવામાં આજે આપણે વાત કરીશું તો સુરત શહેરના હિન્દુ કારડીયા રાજપૂત સમાજના એવા 36 વર્ષીય યુવક પૃથ્વીરાજસિંહ રાયસંગભાઈ ચૌહાણ કે જેમનો કોઈ બાઈક અકસ્માતને કારણે મૃત્યુ થવાથી તેમના પરિવારજનો દ્વારા તેમનું અંગદાન કરીને સમાજમાં માનવતા મહેકાવી છે.

વિસ્તૃતમાં જણાવીશ તો 36 વર્ષિય પૃથ્વીરાજસિંહ કે જેઓ રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને હાલ તેઓ કતારગામ વિસ્તારમાં રહે છે.તેઓ 15 જુનના રોજ પોતાના મિત્રો સાથે દાંડી ફરવા ગયા હતા. તે દરમિયાન કોઈ કારણસર તેમને બાઇક સ્લીપ થઇ જતાં તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આ યુવકને પ્રાથમિક તપાસ બાદ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેનું કારણ હતું તેમના મગજમાં હેમરેજ થઈ જવાને કારણે લોહીનો ગઠ્ઠો જામી ગયો હતો. જેના લીધે તેમનું મૃત્યુ થયું તેમનું મૃત્યુ થતાંની સાથે જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સૌ કોઈની આંખો છલકાઈ આવી હતી.

આ પૃથ્વીરાજ જેમનું મૃત્યુ થતાં ની સાથે જ ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી અને પૃથ્વીરાજના પરિવારજનોને અંગદાન વિશેની સમજણ આપી હતી કે જેના થકી જો અંગ દાન કરવામાં આવશે તો જરૂરીયાતમંદ પીડિત વ્યક્તિને નવજીવન દાન મળશે. એવામાં ડોનેટ લાઇફ ની ટીમ તેમના પરિવારજનોને અંગદાન વિશેની સમજણ આપી. તેના થકી તેમના પરિવારજનોએ સંમતિ આપી હતી.

પરિવારજનો દ્વારા સંમતિ મળતાની સાથે જ વૃદ્ધ યુવકના અમુક એવા અંગોનું દાન કરવામાં આવ્યો. જેમાં કિડની અને લિવર સુરત કિરણ હોસ્પિટલ લઇ ફાળવવામાં આવી છે જેના થકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ નવસારીની એક 19 વર્ષીય યુવતીને અને બીજી કિડનીનું સુરતના 22 વર્ષીય યુવકને ત્યારબાદ લિવરનું ટ્રાન્સપ્લાન્ટ 67 વર્ષીય સુરત ના રહેવાસી એવા વ્યક્તિને કરવાથી નવજીવન પ્રાપ્ત થયું.

પૃથ્વીરાજના પરિવારજનોએ પૃથ્વીરાજના એવા અંગોનું દાન કરીને સમાજમાં માનવતા મહેકાવી છે. દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનો ટ્રાન્સપ્લાન્ટ જરૂરિયાતમંદ દર્દીને કરવામાં આવ્યો.આવી પ્રેરણા બધા જ પરિવારજનોએ લેવી જોઈએ કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિનો બ્રેઈનડેડ થાય ત્યારે અંગ દાન કરવાથી બીજા જરૂરિયાત મંદ પીડિત વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અંગદાન એ મહાદાન…! સુરતમાં રાજપૂત યુવકના મૃત્યુ બાદ પરિવારના લોકોએ અંગદાન કરીને, 5 લોકોને નવું જીવનદાન આપ્યું…"

Leave a comment

Your email address will not be published.


*