ચૂંટણી ફરજ પર જતી મહિલા ASIની કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – મહિલા ASIનું કરૂણ મૃત્યુ…

Published on: 5:22 pm, Sun, 19 June 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. તમે ઘણી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે જેમાં અકસ્માતના કારણે એક જ ઘરમાં હસતા ખેલતા પરિવાર વિખરાઈ ગયા હશે. ત્યારે હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટનામાં એક મહિલા ASIએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર હરિયાણા અંબાલાના નારાયણગઢ નગરપાલિકામાં ચૂંટણી ફરજ પર જતા મહિલા ASIને રસ્તામાં અકસ્માત નડયો હતો. આ અકસ્માતની ઘટનામાં 38 વર્ષીય ASI સુમનનું કરૂણ મૃત્યુ થયું હતું. તેઓ નારાયણ ગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.

મળતી માહિતી અનુસાર આજરોજ તેવો સવારે પોતાના ઘરેથી નારાયણ ગઢ જવા માટે નીકળ્યા હતા. ત્યારે લગભગ છ વાગ્યાની આસપાસ તેમનો અકસ્માત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સુમનના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું અને આ ઘટનાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના અંબાલા-નારાયણગઢ રોડ ઉપર ગરનાલા ગામ પાસે બની હતી. મળતી માહિતી અનુસાર એ.એસ.આઇ સુમન આજરોજ વહેલી સવારે નારાયણ ચૂંટણીમાં ફરજ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેમની કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. એએસઆઈ સુમનની કાર કયા કારણોસર ઝાડ સાથે અથડાય તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ હાથ ધરી છે. એસઆઈ સુમનના મૃત્યુના કારણે તેમના પરિવાર અને પોલીસ સ્ટેશનમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ચૂંટણી ફરજ પર જતી મહિલા ASIની કાર ઝાડ સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – મહિલા ASIનું કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*