સમગ્ર ગુજરાતમાંથી એવા અવનવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે ઉદાહરણરૂપ બની જતા હોય છે. તેવામાં આજે આપણે હજુ પણ ગુજરાતમાં માનવતા મહેકાવતા માણસો છે, ત્યારે એવો જ એક અચરજભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વર્ષ પહેલા ખેડૂતનો વરસાદમાં તણાઈ જવાથી પૈસા ભરેલો ડબ્બો કે જે હવે ત્રણ કિલોમીટર દૂર માલધારીને મળી આવ્યો હતો.
આ માલધારી ડબ્બામાં જોયું તો 22000 રૂપિયા ભરેલા હતા ત્યારે તેણે આ મરણમૂડી ખેડૂતે ઘર બનાવવા માટે ભેગી કરી હોય તેવું જાણવા મળ્યું હતું. તેથી તેણે એ ડબ્બો તેના માલિક સુધી પહોચત્તો કર્યો. એવામાં ડબ્બાના માલિકે માલધારીને બક્ષિસ પેટે બે હજાર રૂપિયા આપ્યા અને આ માલધારી એ પણ માનવતા મહેકાવી. આ ઘટના હળવદ તાલુકામાં આવેલું એ રણછોડગઢ ગામ કે જ્યાં મુન્નાભાઈ જહાભાઈ ઠાકોર રહે છે.
તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. 1 વર્ષ પહેલા તેમણે પોતાનું ઘર બનાવવા માટે હજાર જેટલા રૂપિયા ભેગા કર્યા હતા અને તેને જમીનમાં દાટી દીધા હતા એ વખતે અચાનક ધોધમાર વરસાદ પડતાની સાથે જ મુન્નાભાઈ પાણીમાં ડૂબી ગયા હતા.એવામાં તેણે મહેનત કરેલા પૈસા પણ તણાઈ ગયા હતા. તેમના મહેનતના પૈસા તણાઈ જવાને કારણે તેઓ ખૂબ જ ચિંતામાં આવી ગયા હતા.
એવામાં ફરી આ વર્ષે ચોમાસું આવ્યું એ દરમિયાન ભારે વરસાદ પડ્યો ત્યારે એવી ઘટના બની કે જે ડબ્બો ખોવાયો હતો. એ બાજુમાં આવેલા સરંભડા ગામના માલધારી જ્યારે તે તેના પશુ ચરાવવા ગયો હતો, ત્યારે નદીમાં કંઈક ખખડવાનો અવાજ આવતાની સાથે જ તેને જોયું તો એક સ્ટીલનો ડબ્બો મળી આવ્યો જે ડબ્બો ખોલ્યો હતો તેમાં 22000 હજાર રૂપિયા હતા.
વિસ્તૃતમાં જણાવીશ તો 12 જૂનના રોજ હળવદ પંથકમાં ઘણા ગામોમાં અચાનક જોરદાર વરસાદ પડયો હતો.તેવામાં વાત કરીએ તો આ વિસ્તારમાં જંગલ વિસ્તાર હોવાથી સૌથી વધુ વરસાદ પડે છે.એવામાં આ માલધારી સમાજના એક માણસે 22 હજાર રૂપિયા ભરેલો ડબ્બો તેમના માલિક સુધી પહોંચાડવામાં સફળતા પ્રાપ્ત કરી.
આ માલધારી યુવક મુકેશભાઈ આવી માનવતા મહેકાવીને ખૂબ જ સારી એવી પ્રેરણા આપી છે. આ ઘટના અંગે વિશેષ વાત કરતા મહેશભાઈ કે જેમણે કહ્યું હતું કે આ ગામની બાજુમાં તેમની વાડી હતી. જેમાં તેમણે એક ઝૂંપડી બનાવી હતી અને ત્યાં જ તેઓ ખાટલો નાખીને પૈસા નો ડબ્બો જમીન નીચે ડાટયો હતો. અત્યારે વાત કરીશું મુન્નાભાઈના નસીબ જોર કરતાં હશે. તેવામાં જ એક વર્ષ પછી પણ તેમણે તેમને પરત મળી ગયો તેનાથી વધારે ખુશીની વાત શું હોઈ શકે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment