રમતા-રમતા ઝઘડો થતાં 7 વર્ષના બાળકે 14 વર્ષના બાળકના શરીર પર આગ લગાવી દીધી, બાળકનું કરૂણ મૃત્યુ… જાણો ચોંકાવનારી ઘટના…

Published on: 6:04 pm, Thu, 16 June 22

મિત્રો એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના જાણીને તમે પણ ચોંકી ઉઠશો. રમતા રમતા ઝઘડો થતાં એક 7 વર્ષના બાળકે તેના 14 વર્ષના મિત્રોને આગ લગાવી દીધી હતી. છેલ્લા એક મહિના થી 14 વર્ષના બાળકની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. ત્યારે બુધવારના રોજ બાળકે સારવાર દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

પોલીસે આરોપી બાળક વિરુદ્ધ કલમ 302 હેઠળ જીવ લેવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના કોટાના ઉધોગનગર વિસ્તારની છે. મૃત્યુ પામેલા બાળકનું નામ વિશાલ હતું અને બુધવારના રોજ સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. વિશાલના પિતા શાકભાજીની દુકાન ચલાવે છે.

મળતી માહિતી અનુસાર ગત 12 મેના રોજ વિશાલ તેના ઘરે હતો. ત્યારે પડોશમાં રહેતો 7 વર્ષનો છોકરો તેની સાથે રમવા આવ્યો હતો. બંને રમી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થઈ ગયો હતો. ત્યારબાદ બંને આ વાતની જાણ પરિવારના લોકોને કરી હતી, પરંતુ પરિવારના લોકોએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં.

ત્યારબાદ ગુસ્સામાં ભરાયેલા 7 વર્ષના બાળકે પોતાની પિતાના ઓટોમાંથી ડિઝલ ભરેલી બોટલ કાઢીને 14 વર્ષના વિશાલ પર ડીઝલ નાખ્યું હતું. વિશાલ કંઈ સમજે તે પહેલા તો 7 વર્ષના બાળકે વિશાલના શરીર પર આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં વિશાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

આ કારણોસર તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વિશાલની સારવાર ચાલી રહી હતી. હોસ્પિટલમાં ધીમે ધીમે સારવાર બગડતી જતી હતી. ત્યારે બુધવારના રોજ બપોરના સમયે વિશાલ નું કરૂણ મૃત્યુ થયું હતું.

ત્યારબાદ વિશાલ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું. તેમનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી બાળક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રમતા-રમતા ઝઘડો થતાં 7 વર્ષના બાળકે 14 વર્ષના બાળકના શરીર પર આગ લગાવી દીધી, બાળકનું કરૂણ મૃત્યુ… જાણો ચોંકાવનારી ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*