ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે દહેગામ બાયડ હાઈવે રોડ પર ઉપર લવાડફાર્મ નજીક ગઇકાલે મોડી રાત્રે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર કાકા અને ભત્રીજીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે.
ઘટનાની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઝાડ અને ટ્રક વચ્ચે કાર સેન્ડવિચ બની ગઈ હતી. કાકા અને ભત્રીજી નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
હા સમગ્ર ઘટનાને લઇને ઘનશ્યામભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ શશીકાંતની દીકરીથી કલોલ ખાતે અભ્યાસ કરે છે. રિદ્ધિ ને મળવા માટે શશીકાંતભાઈ ઇકો કાર લઈને કલોલ આવવા નીકળી ગયા હતા. ત્યારે તેમની સાથે ઘનશ્યામભાઈ ની દીકરી દેવ્યાશી પણ હતી.
મળતી માહિતી અનુસાર રાત્રે નવ વાગ્યાની આસપાસ રિદ્ધિ તેના કાકા ઘનશ્યામભાઈને ફોન કરીને જણાવે છે કે, દહેગામ બાયડ હાઈવે રોડ ઉપર ટ્રક અને ઇકો કારનો અકસ્માત થયો છે. પપ્પાને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ વાતની જાણ થતાં ઘનશ્યામભાઈ પોતાના પરિવાર સાથે ગાંધીનગર પહોંચી આવ્યા હતા. જ્યારે ઘનશ્યામભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે, દીકરીના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે પ્રાથમિક સારવાર દરમિયાન દીકરી નો કરુણ મૃત્યુ થયું હતું.
જ્યારે આ અકસ્માતની ઘટનામાં ઘનશ્યામભાઈના ભાઈ શશીકાંત નું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment