બાઈક પર જઇ રહેલા પરિવારને એક ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, અકસ્માતમાં માતા-પિતા અને 3 વર્ષની દીકરીનું કરુણ મૃત્યુ – 5 વર્ષનો બાળક ઘરમાં એકલો થઈ ગયો

Published on: 3:08 pm, Mon, 6 June 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં માતા-પિતા સહિત 5 વર્ષની દીકરીનું કરૂણ મૃત્યુ નિપજયુ છે. જ્યારે 5 વર્ષનો બાળક ઈજાગ્રસ્ત થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ દર્દના અકસ્માતની ઘટના ૩ જૂનના રોજ મુંબઈ પુણે એક્સપ્રેસ પર પુણેના રાવત બ્રિજ ચોક પર થઈ હતી. મળતી માહિતી અનુસાર 39 વર્ષીય સુરેશ ચૌધરી પાલી જિલ્લાના પડસાલા ગામના રહેવાસી હતા. સુરેશ ચૌધરી તેમની 34 વર્ષીય પત્ની મમતા, 4 વર્ષની દીકરી દિવ્યા અને 5 વર્ષનો દીકરો મહાવીર સાથે પુણેમાં રહેતા હતા.

3 જૂનના રોજ સુરેશ ચૌધરી પોતાની પત્ની અને બંને બાળકો સાથે બાઈક પર ઘરે થી નીકળી ગયા હતા. તેઓ લોનાવાલા જઈ રહ્યા હતા. ત્યારે લગભગ સવારે 10:30 વાગ્યાની આસપાસ મુંબઈ-પુણે હાઈ-વે પર રાવત બ્રિજ ચોક પાસે એક પુરપાટ ઝડપે જતાં ટ્રકે તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટનામાં સુરજ ચૌધરીની પત્ની મમતા અને તેમની દીકરી દિવ્યાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે સુરેશ ચૌધરી અને તેમના દીકરા મહાવીરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શુક્રવારના રોજ રાત્રે સુરેશ ચૌધરીનું મૃત્યુ નીપજયું હતું.

એક જ સાથે પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. માતા-પિતા અને બહેનનું મૃત્યુ થતાં 5 વર્ષીય મહાવીર હવે એકલો પડી ગયો છે. સુરેશ ચૌધરી પોતાના પરિવાર સાથે છેલ્લા 20 વર્ષથી પુણેમાં રહેતો હતો. શનિવારના રોજ સાંજે ત્રણેયના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

તેમના અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા. એક સાથે એક જ પરિવારના ત્રણ સભ્યોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!