ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નવા કોબલા ગામના યુવાનનું અકસ્માતમાં કરુણ મૃત્યુ નીપજયું હતું. મળતી માહિતી અનુસાર યુવાનના અકસ્માતમાં મૃત્યુ બાદ પરિવારના સભ્યોએ અંગદાન કરીને ત્રણ લોકોને નવી જિંદગી આપી છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ કિરણ રાઠોડ હતો.
કિરણ રાઠોડ 31 મેના રોજ બાઈક લઈને દૂધ ભરવા માટે કોબલા ગામ થતો હતો. ત્યારે રસ્તામાં કિરણની બાઈક સ્લીપ થઈ જતા ત્રણના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
તેઓ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ ગયા હતા. ત્યારબાદ કિરણની વધુ સારવાર માટે એને વડોદરા એસએસજી ખાતે કરવામાં આવ્યો હતો. પરંતુ વડોદરામાં કિરણની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી.
આ કારણોસર તેને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે કિરણ રાઠોડ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ કિરણના પરિવાર અને ગામના લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું..
મળતી માહિતી અનુસાર ત્યાર બાદ હોસ્પિટલના તબીબી આમોદના નાહીયેર ગુરુકુળના સંત ડી.કે.સ્વામી તેમજ ભરૂચના મુક્તાનંદ સ્વામીનો સંપર્ક કરી યુવાન નામ અંગદાન કરવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મૃત્યુ પામેલા કિરણ રાઠોડના પરિવારજનો સાથે અંગદાનને લઈને વાતચીત કરી હતી અને અંગદાન કરવા માટે પ્રેરણા આપી હતી.
જેનાથી પરિવારના લોકોએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કિરણના હદય અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું. આ અંગ દાનના કારણે ત્રણ લોકોને નવી જિંદગી મળી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment