ગુરૂવારના રોજ બનેલી એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં પૂજાની સામગ્રીનું વિસર્જન કરવા ગયેલી યુવતી અને બે કિશોર વયના બાળકોને પાણીમાં ડૂબી ગયા હતા. આ દરમિયાન એક કિશોર વયના બાળકને બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બેના પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજ્યા છે.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. એક જ વિસ્તારના બે લોકોના મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટના ખિતૌલાઘાટમાં બની હતી. પોલીસ તપાસ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, સુનિલ કુમાર દુબેના ઘરે ગુરૂવારના રોજ પૂજા હતી.
પુજામાં શ્રાવણ તિવારીના 16 વર્ષીય પુત્ર કૃષ્ણા તિવારી અને પ્રદીપ દુબેના 16 વર્ષીય પુત્ર અભય દુબેએ પણ હાજરી આપી હતી. મળતી માહિતી અનુસાર સાંજે સાત વાગ્યાની આસપાસ પૂજા પૂર્ણ થયા બાદ અભય અને કૃષ્ણા સુનીલ દુબેની 18 વર્ષીય દીકરી આસ્થા સાથે હિરણ નદીના ખિતૌલાઘાટ પર પૂજાની સામગ્રીનું વિસર્જન કરવા માટે આવ્યા હતા.
પૂજાની સામગ્રીનું વિસર્જન કરતી વખતે અચાનક આસ્થાનો પગ લપસ્યો હતો અને તે નદીના ઊંડા પાણીમાં ડુબવા લાગી હતી. આ જોઈને ક્રિષ્ણા આસ્થાને બચાવવા માટે જાય છે અને ત્યારબાદ અભય પણ અસ્થાને બચાવવા માટે આવે છે. પરંતુ આ દરમિયાન આ બંને પણ નદીના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારે બાળકોને ડૂબતા જોઈને આસપાસ ઉભેલા લોકોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન આસપાસ ઉભેલા લોકોએ 16 વર્ષીય અભયને બચાવી લીધો હતો. પરંતુ તેઓ કૃષ્ણા અને આસ્થાને બચાવી શક્યા નહીં. આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પરિવારના તમામ સભ્યો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. આ ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી કૃષ્ણા અને આસ્થાના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે કેસ દાખલ કરીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment