લગ્નના 15 દિવસ બાદ મિત્ર સાથે બાઈક પર જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 11:58 am, Fri, 27 May 22

આજકાલ તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી રહ્યા છે. જેમાં અકસ્માતના કારણે હસતા ખેલતા પરિવારની ખુશી છીનવાઇ જતી હોય છે. ત્યારે જમૂઈ બનેલી માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં લગ્નના 15 દિવસ બાદ એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના જમૂઈ-સિકંદરાના મુખ્ય રોડ પર બની હતી. અહી બાઈક અને પીકઅપ વાહન સામસામે અથડાતાં ગંભીર અકસ્માત બન્યો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય લાલન યાદવ નામના યુવકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. લાલન યાદવને 11 મે 2022ના રોજ લગ્ન થયા હતા. લગ્નના 15 દિવસ બાદ લાલનનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

લાલનના મૃત્યુના કારણે તેની પત્નીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે લાલન તેના મિત્ર સાથે બાઈક પર કોઈ અંગત કામથી સિકંદર જઇ રહ્યો. ત્યારે રોંગ સાઇડમાં પૂરઝડપે આવી રહેલા એક પીકઅપ વાહન સાથે બાઈકની ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં લાલન યાદવનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેનો મિત્ર ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના બન્યા બાદ પીકઅપ વાહનચાલકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારમાં લગ્નની ખુશીમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 15 દિવસ બાદ મિત્ર સાથે બાઈક પર જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*