ચાની દુકાને જઈ રહેલા વૃદ્ધ વ્યક્તિને પુરપાટ ઝડપે જતા બાઇકચાલકને લગાવી જબરદસ્ત ટક્કર, વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ…

Published on: 11:13 am, Fri, 27 May 22

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બેકાબૂ બાઇક ચાલકે એક વૃદ્ધે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને અકસ્માતની ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગુરૂવારના રોજ તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ ગંભીર અકસ્માતની ઘટના મોતિહારીના સંગ્રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના SH-74 નાયકા ટોલા પાસે બની હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ તાહિર મિયા હતું અને તેમની ઉંમર 70 વર્ષની હતી.

આ સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધ વ્યક્તિના દીકરાએ જણાવ્યું કે, તેના પિતા ચા પીવા માટે ઘરની નજીક આવેલી ચાની દુકાન પર જઈ રહ્યા હતા. જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી એક બાળકે તેના પિતાને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માત બાદ તેના પિતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. સારવાર દરમિયાન ગુરૂવારના રોજ તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું.

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને પણ ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

આ અકસ્માતની ઘટના મંગળવારના રોજ બની હતી. વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ થતા પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વ્યક્તિના મૃતદેહને તેમનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ચાની દુકાને જઈ રહેલા વૃદ્ધ વ્યક્તિને પુરપાટ ઝડપે જતા બાઇકચાલકને લગાવી જબરદસ્ત ટક્કર, વૃદ્ધ વ્યક્તિનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*