હાલ આપણી સમક્ષ એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે સૌ કોઈના રૂંવાટા ઉભા કરી દે ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા તેની 2 પુત્રી સાથે જીવ ટૂંકાવી લીધો અને સમગ્ર બનાવ મચાવી દે તેવો બન્યો છે. ત્યારે આ પગલું ભરવા માટે જે રીત અપનાવી છે તે જોઈને તો પોલીસ પણ ચોંકી ઉઠી છે.
આ કિસ્સો દિલ્હીના પોશ વિસ્તાર વસંત વિહારમાં કે, જ્યાં એક અંજુ નામની વૃદ્ધ મહિલા તેમની બે પુત્રીઓ અને બીજું અંકુશ તેમની સાથે રહેતી હતી. વૃદ્ધ મહિલા કોઈ બીમારીના કારણે બેસી શકતી ન હતી અને તેમના પતિનું કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયું હતું. તેથી તેમની આર્થિક સ્થિતિ પણ ખૂબ જ ખરાબ હતી અને આખો પરિવાર છેલ્લા કેટલાય સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો.
અંતે થોડાક દિવસ પેલા આખા પરિવારે જીવ ટૂંકાવી લીધો હતો. એટલું જ નહીં પરંતુ જીવ ટૂંકાવવા પાછળની રીત જાણી ને પણ સૌ કોઇ આશ્ચર્ય થઇ જશો, ત્યારે ફ્લેટના તમામ દરવાજા અને બારીઓ પોલીથીનથી બંધ કરી દીધા હતા અને સિલિન્ડરની નળી ખૂલી હતી. નજીકમાં જ સળગતો એક સગડી પણ મળી આવી હતી.
ત્યારે જાણવામાં આવ્યું છે કે કોલસાના ધુમાડાને કારણે રૂમમાં ઝેરી કાર્બન મોનોક્સાઈડ ગેસ સર્જાયો હતો. જેના થકી એ ત્રણેય ગૂંગળામણ દ્વારા મૃત્યુ પામ્યા હતા. આ 50 વર્ષની મહિલાએ જીવ ટૂંકાવવા માટે ફ્લેટને સગડીની મદદથી ગેસ ચેમ્બરમાં ફેરવી નાખ્યો હતો અને બારીઓ અને પણ ટ્ટેપ મારી દીધી હતી જાણે સીલ માર્યું હોય.
એટલું જ નહીં પરંતુ પોલીસને રૂમમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે ત્યારે એ સુસાઇડ નોટમાં ફ્લેટ માં પ્રવેશતા જ લોકો માટે સૂચના લખવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે રૂમમાં અત્યંત ઘાતક કાર્બન મોનોક્સાઈડ ગેસથી ભરેલો છે. તે જ્વલનશીલ છે. જેથી કોઈપણ વ્યક્તિને કૃપયા કરીને બારી ખોલવી નહી અને રૂમ ને પણ બંધ કરો માચીસ, મીણબત્તી અથવા કોઈપણ સળગાવવું નહીં.
પડદો હટાવતી વખતે સાવચેત રહો કારણ કે રૂમમાં ખતરનાક ભરેલો છે તેમજ શ્વાસ ન લેવો. આ સમગ્ર વાતની જાણ કામવાળી મહિલાએ પાડોશીઓને પણ કરી દીધી હતી. ત્યારે જાણવા મળ્યું છે કે અંજુ પાસે રૂપિયા ન હોવાને કારણે પરેશાન રહેતી હતી.અંજુના ઘરે કામ કરતી વાલીબાઈ સવારથી ઘણી વખત ફ્લેટ પર પણ ગઈ હતી પરંતુ કોઇ દરવાજો ખોલ્યો ન હતો કે ફોન પણ ઉપાડ્યો નહોતો.
આથી પોલીસને શનિવારની રાત્રે લગભગ 9 વાગ્યે આ સમગ્ર ઘટના વિશે જાણ થઇ હતી. જેમાં પાડોશીઓએ પણ પોલીસને જણાવ્યું હતું કે મહિલાના પતિનું ગયા વર્ષે જ કોરોના કારણે મૃત્યુ થયું હતું. ત્યારથી જ પરિવારમાં આર્થિક પરિસ્થિતિને લીધે ડિપ્રેશનમાં આવી ગયો હતો અને અંતે આખા પરિવારે જીવ ટૂંકાવી લીધો હતો. ત્યારે આ ત્રણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો છે અને સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment