સલામ છે ખજૂર ભાઈને! ઘરે-ઘરે ફરીને ખજૂર ભાઈ ગરમીથી પીડાતા લોકોને કુલરની ભેટ આપી…

હાલ સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેવા દિવસોમાં લોકોએ ગરમીનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે ઘણા લોકોને તો ઘણી તકલીફો પડે છે ત્યારે વાત કરીએ તો ખાસ જે લોકો પથારીવશ હોય છે તે લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે અને તેમને જેમ તેમ કરીને એ ગરમીના દિવસો પસાર કરવા પડે છે.

ત્યારે આજે આપણે સૌ જાણીએ છીએ એ ખજૂર ભાઈ ને કે જેઓ હાલ સમગ્ર ગુજરાતમાં ઠેરઠેર જગ્યાએ જઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓ ની નાની એવી મદદ કરીને સેવાનું કાર્ય કરી રહ્યા છે. એવામાં જ તેમને હાલ એક અંધ માજી ના દિકરા બનીને તેમની નાની એવી મદદ કરવા પહોંચ્યા છે.

એટલું જ નહીં પહેલા પણ તેમણે અંધ માતાજીનું ઘર બનાવી આપ્યું હતું અને હાલ ગરમીના દિવસોમાં તેમની મદદ કરવા જઈ રહ્યા છે. ખજૂર ભાઈ આ અંધ દાદી પાસે પહોંચીને તેમને ગરમીથી રાહત મેળવવા માટે કુલર જેવી વ્યવસ્થા કરી આપી છે ત્યારે ખૂબ જ ગૌરવભરી વાત કહેવાય અને આવું સેવાનું કાર્ય કરીને ખજૂરભાઈ પુણ્યનું કામ કરી રહ્યા છે.

તેમ પણ કહી શકાય, ત્યારે તેમણે આ દાદા-દાદી પાસે જઈને તેમને કુલર આપી ગરમીથી બચવા માટે મદદ કરી હતી જે ખૂબ જ સારી વાત કહેવાય. એટલું જ નહીં પરંતુ તેમણે તો યાદી બનાવી છે કે જે કોઈ લોકો ને ઘરે કે પછી પથારીવશ છે.

તે બધા જ લોકોને તેમણે કુલરની વ્યવસ્થા કરી આપી છે અને હાલ તો તેઓ આવા સેવાકીય કાર્ય કરીને જરૂરિયાતમંદ વ્યક્તિઓ ની જરૂરિયાત પૂર્ણ કરે છે. જે ખૂબ જ સારી બાબત જણાય છે. જ્યારે ખજૂરભાઈ અંધ દાદીને મળવા ગયા હતા ત્યારે એ દાદી માટે ખજૂરભાઈ ગોટા પણ લઈ ગયા હતા અને દાદીએ ગોટા ખાઈ ને ખુબ ખુશ થઇ ગયા હતા.

એટલું જ નહીં પરંતુ આ ઉનાળાની ગરમીમાં એ દાદી શાંતિથી સૂઈ શકે તે માટે તેમણે કુલરની વ્યવસ્થા કરી આપી હતી ત્યારે એ સેવાનું કાર્ય કર્યું હતું.. ખજૂર ભાઈ ગુજરાતના સોનુ સૂદ તરીકે પણ ઓળખાય છે ત્યારે તેઓ ઘરે ઘરે જઈને જરૂરિયાતમંદ વ્યક્તિઓ ની તકલીફો દૂર કરવાનું કાર્ય કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*