પાટણ ગામના 14 વર્ષના દીકરાનું સુરતમાં બ્રેઈનડેડ થતાં 2 હાથ સહિત 6 અંગોનું દાન કર્યું હતું, ત્યારે ગામના લોકોએ આ પટેલના દીકરાના નામનો ચોક બનાવ્યો…

Published on: 9:49 am, Mon, 23 May 22

અંગદાન એજ મહાદાન! ત્યારે એવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લામાંથી સામે આવ્યો છે કે જ્યાં ૧૪ વર્ષના પુત્ર ધાર્મિક નો સુરત ખાતે બ્રેઈન ડેડ થઈ જતા તેમના અંગોનું દાન કરવામાં આવ્યો. ત્યારે પરિવારજનો પોતાના અંગદાન ના નિર્ણયને સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના પાટણ ગામના અજયભાઈ લાલજીભાઈ કાકડીયા નો 14 વર્ષના પુત્ર ધાર્મિક કે જેનું બ્રેઈન ડેડ થઈ જતાં તેમના હૃદય, ફેફસા, લિવર, કાર્નિયા અને બંને હાથ નું દાન કરવામાં આવ્યો.

ત્યારે સૌરાષ્ટ્ર સમાચાર અને અંગ દાન મહાદાન સમિતિ દ્વારા આ અંગે જનજાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધરાયું છે. ત્યારે સૌ કોઈ હાજર રહીને આવા કાર્યને બિરદાવ્યું છે. પાળીયાદ જગ્યા ના પૂજ્ય નિર્મલાબા, સમાજસેવક દિલીપભાઈ દેશમુખ “દાદા”, નિલેશભાઈ સહિત સૌ કોઈ ચોકના ઉદઘાટન સમારોહમાં હાજર રહ્યા હતા.

અને અંગદાનની જનજાગૃતિ લાવવા માટે સૌ કોઈને પ્રેરણા આપવામાં આવી હતી. હાલ જાણીતા સમગ્ર ગુજરાતમાં સમાજ સેવક એવા દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા ચલાવાતા અંગદાન અભિયાન અંગે ખૂબ મોટી સફળતા મળી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડેડ થાય તેના શરીરનો અંત જ આવવાનું છે.

ત્યારે તેને શરીર ને રાખ થવાની છે તો પછી પરિવારે પોતે સમજીને જ વ્યક્તિના શરીરનું અંગ દાન કરીને સમાજમાં પ્રેરણા બનવું જોઈએ. વાત કરીએ તો ભાવનગર જિલ્લાના અંગદાન અભ્યાન ઇન્ચાર્જ અશોકભાઈ ઉલવા, ડોક્ટર અનિલ ભાઈ ત્રિવેદી, બાબુભાઈ કાપડી,ભાવેશભાઈ, વી ડી પરમાર, નરસિંહભાઈ અમરશીભાઈ સહિત ધાર્મિક કાકડીયાના સ્ટેચ્યુ ને ફૂલહાર પહેરાવીને તેમના પરિવારના એવા સરાહનીય કાર્ય ને લઈને સૌ કોઇએ તેમને બિરદાવ્યા હતા.

આપણે વાત કરીએ તો સ્વાભાવિક રીતે કોઈ પણ લોકોનું મૃત્યુ થાય તે બાદ તેના દેહદાન અને ચક્ષુદાન જ કરતા હોય છે પરંતુ પાલીતાણાના સામાજીક આગેવાન વલ્લભભાઈ સિહોરા એ આ બંને કરીને મૃત્યુ બાદ પણ સેવાનો ભેખ જાળવી રાખ્યો છે.

એવા પરિવારમાં સંકલ્પ ને લઈને દેહદાન કરવાનું નક્કી કરાયું હતું. સાથે સાથે ચક્ષુદાન કરીને સમાજમાં અંગદાન અંગેની જાગૃતિ લાવવા માટે સૌ કોઈને પ્રેરણારૂપ બન્યા અને અંગદાન અંગેની જાગૃતિ લાવવા માટે સૌ કોઈએ પ્રેરણા લેવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટણ ગામના 14 વર્ષના દીકરાનું સુરતમાં બ્રેઈનડેડ થતાં 2 હાથ સહિત 6 અંગોનું દાન કર્યું હતું, ત્યારે ગામના લોકોએ આ પટેલના દીકરાના નામનો ચોક બનાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*