એક દિવસ પહેલા બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. નવપુરા તાલુકાના નવી સાવરટા ગામ પાસે એક અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 21 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર નવપુરા તાલુકાના વડખુટ ગામની 21 વર્ષની યુવતી પોતાની બહેનપણી સાથે ITIનું છેલ્લું પેપર આપવા માટે બાઈક પર જઈ રહી હતી.
આ દરમિયાન એક ટ્રેલરચાલકે બાઈકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર યુવતીને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ અકસ્માતની ઘટનામાં 21 વર્ષીય આરતી સુમન ગાવિતનું કરૂણ મૃત્યુ થયું હતું. જ્યારે આરતીની બહેનપણી કિષ્ણા ગાવિત ઈજાગ્રસ્ત થઈ હતી. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આરતી ITIમાં અભ્યાસ કરતી હતી. આઈટીઆઈની પરીક્ષા ચાલુ હતી એને આરતીનું છેલ્લું પેપર હતું.
આરતી બાઈક પર પોતાની આઈ.ટી.આઈ ની પરીક્ષાનું પહેલું પેપર આપવા માટે પોતાની બહેનપણી સાથે ઘરેથી નીકળી હતી. આ દરમિયાન નવી સાવરટ ગામ નજીક હાઇવે પર એક ટ્રેલરે બાઈક પર સવાર બંને યુવતીને અડફેટેમાં લીધી હતી. આ ઘટનામાં આરતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
આ કારણસર તેનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હત. જ્યારે કિષ્ણાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેલરચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આ ઘટનાની જાણ પોલીસને કરી હતી.
ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કબજે લઇને ટ્રેલરચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. આરતીનું મૃત્યુ થતાં પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment