લગ્નના 11 દિવસ પહેલા જ યુવકનું કરૂણ મૃત્યુ : ખરીદી કરીને ટ્રેનમાં ઘરે પરત ફરતી વખતે ચાલુ ટ્રેન માંથી નીચે પડી જતા યુવકનું કરુણ મૃત્યુ…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં લગ્નના 11 દિવસ પહેલા જ યુવકનું ટ્રેનમાંથી પડી જવાના કારણે કરૂણ મૃત્યુ નિપજયુ છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકના લગ્ન 28 મેના રોજ થવાના હતા. પરિવારમાં ચારેબાજુ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને ઘરે લગ્ન હોવાના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો.

પરંતુ આ ઘટના બનતા જ ખુશીના માહોલમાં માતમ છવાઇ ગયો છે. યુવક જ્યારે સોમવારના રોજ રાત્રે લગ્નની ખરીદી કરીને ટ્રેનમાં પરત ફરી રહ્યો હતો. ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જાય છે. આ કારણોસર તેનું મૃત્યુ થાય છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક પાવડેરા ગામનો રહેવાસી હતો.

મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ સવારના સમયે રેલવે કર્મચારીઓને આ અકસ્માતની ઘટનાની જાણ થઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. મૃત્યુ પામેલા યુવકની ઓળખ ઇકરામ તરીકે થઈ છે. ઇકરામની ઉંમર 20 વર્ષની હતી.

મૃત્યુ પામેલો ઇકરામ મજૂરી કામ કરતો હતો. 28 મેના રોજ ઇકરામના લગ્ન હતા. મળતી માહિતી અનુસાર જયપુર પોતાનું કામ પતાવીને લગ્નની ખરીદી કરવા માટે જોધપુર ભોપાલ ટ્રેનમાં આવ્યો હતો. ખરીદી કરીને તે ટ્રેનમાં ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગયો હતો. આ કારણોસર તેનું કરૂણ મૃત્યુ થયું હતું.

મંગળવારના રોજ સવારે આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી. મૃત્યુ પામેલા યુવકના ખિસ્સામાંથી મળી આવેલા આધારકાર્ડના મદદથી તેની ઓળખ થઈ હતી. ત્યારબાદ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*