થોડા સમય પહેલા સુરત શહેરમાં બનેલી એક ચકચારી ઘટનામાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીનો ફેનીલ ગોયાણી નામના યુવકો દ્વારા જાહેરમાં જીવ લઈ લેવામાં આવ્યો હતો. જેની દલીલો કોર્ટ સમક્ષ ચાલી રહી હતી. જેમાં ગ્રીષ્મા વેકરીયાને ન્યાય મળ્યો છે અને ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.
એટલું જ નહીં પરંતુ કોર્ટ સમક્ષ ફેનીલ ગોયાણીના વકીલે ગ્રીષ્મા સાથે પડાવેલા ફેનિલના ફોટા પણ કોર્ટમાં રજૂ કર્યા અને ફેનીલ એ પણ કોર્ટ સમક્ષ ગ્રીષ્માને બદનામ કરવામાં થોડી પણ કચાશ રાખી ન હતી અને ફેનિલ ને બચાવવા માટે તેનો વકીલ ખૂબ મહેનત કરી રહ્યો હતો.
જેનો હાલ ચુકાદો આવતા તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને તેને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવ્યા છે. ગ્રીષ્મા વેકરીયાને ન્યાય મળતાં પરિવારજનો એ સરકારનો આભાર માન્યો હતો અને દીકરીને ન્યાય મળ્યો હોવાથી પરિવારજનો ભાવ થઈ ચૂક્યા હતા. ત્યારે ગ્રીષ્મના કાકી એ જણાવ્યું હતું કે કોર્ટના આ ચુકાદાથી અમે લોકો સંતોષકારક છે.
અને અમારી દીકરીને ન્યાય મળ્યો તેનાથી વિશેષ શું હોઈ શકે, ત્યારે બીજી બાજુ જોવા જોઈએ તો આ નરાધમ યુવક ફાંસીની સજા ફટકારવામાં આવી છે. તેને કોઈ પણ જાતનો ડર ન હતો તેને કોઈ ફરક જ પડતો ન હોય તેવું લાગી રહ્યું હતું. દીકરી ગ્રીષ્માને ન્યાય મળતાં પિતા નંદલાલભાઈએ કહ્યું કે કોર્ટના ચુકાદાથી અમને સંતોષ થયો છે.
અને અમને આશા હતી કે અમારી દીકરીને અવશ્ય મળવો જોઈએ. એવું બોલતા સૌ પરીવારજનો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. ત્યારે ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ન બની હતી એવી ઘટના કે જ્યાં હત્યા કેસમાં માત્ર 70 દિવસમાં જ કોર્ટે આરોપીને ફાંસી ની સજા આપી.
ગૃહમંત્રી હર્ષ સંઘવી એ કહ્યું કે મને ન્યાય મળ્યો તેનાથી અમને 100% સંતોષ થયો છે અને પરંતુ અમને ખુશી થોડી પણ નથી કે આપણે લાડકવાયી દીકરી ગ્રીષ્મા આપણે ગુમાવી છે જેનો અમને સદાય અફસોસ રહેશે. ગ્રીષ્માને ન્યાય મળતાની સાથે જ પરિવારજનોમાં સંતોષ થયો અને તેમના પરિવારજનો ગ્રીષ્મા ને યાદ કરતા દિવસો વિતાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment