લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા 6 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 12:10 pm, Thu, 12 May 22

હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 2 લોકોના કરૂણ મૃત્યુ થયા છે. જ્યારે 6 થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના છત્તીસગઢના ધમતરીમાં બની હતી. મળતી માહિતી અનુસાર હાઇવા ટ્રકેને ઓવરટેક કરતી વખતે એક સ્કોર્પિયો કાર બેકાબુ થઈ હતી.

આ ઘટનામાં સ્કોર્પિયો કાર હાઇવા ટ્રક સાથે 50 મીટર સુધી ખેંચાઈ હતી. અકસ્માતના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં 2 લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર 23 વર્ષીય સંજુ અને હિંમત સ્કોર્પિયોમાં તેમના અન્ય 6 સાથીઓ સાથે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં લગભગ પાંચ વાગ્યાની આસપાસ તેમણે અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની સ્કોર્પિયો કાર ખૂબ જ સ્પીડમાં હતી.

આગળ જઈ રહેલા હાઇવા ટ્રકને ઓવરટેક કરતી વખતે સ્કોર્પિયો કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર હાઇવા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં સંજુ અને હિંમતનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

જ્યારે અન્ય મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની મૃત્યુ પામેલા યુવાનોના પરિવારજનોને જાણ થતાં જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલા 6 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 મિત્રોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*