આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રવિવારના રોજ મોડી સાંજે બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 27 વર્ષના યુવકનું મૃત્યુ થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડયો હતો. અકસ્માતની ઘટના અલવર શહેરમાં હતી.
રામનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષ ગૌતમ જોશી નામનો યુવકનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર સામેથી આવતા એક ટ્રેક્ટરે ગૌતમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટના બન્યા બાદ ગૌતમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમ થયા બાદ આજરોજ પરિવારજનોને ગૌતમનું મૃતદેહ સોંપવામાં આવશે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર 9 મહિના પહેલા રેલવેમાં ઇલેક્ટ્રિશિયનની નોકરી ગૌતમને મળી હતી. તેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ હતો. ગૌતમને બે દિવસ પહેલા જ રજા મળી હતી. રવિવારના રોજ મોડી રાત્રે તે પોતાના મિત્રને દવા આપવા માટે ગયો હતો.
દવા આપીને પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરે તેની બાઈક ની જબરદસ્ત ટક્કર લગાવી હતી. ગૌતમના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. ગૌતમનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment