સુરતના ડિંડોલી વિસ્તારમાં દૂધ લેવા નીકળેલા યુવાનને કારે લગાવી જબરદસ્ત, યુવાનનું કરૂણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ

Published on: 11:49 am, Mon, 9 May 22

સુરતમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટના સુરતના ડિંડોલી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર સુરતના ડિંડોલી વિસ્તારમાં દૂધ લેવા નીકળેલા યુવાનને એક કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. ઘટના બન્યા બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું કરુણ મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર હિટ એન્ડ રનની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ ઘટના બનતા જ ડિંડોલી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી.

સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી અંબિકા ટાઉનશીપમાં રહેતો રાકેશ રાવલ નામનો યુવક ગઈ કાલે સવારે ઘરની નજીક દૂધ લેવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન તે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવતી એક કારે રાકેશને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં રાકેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રાકેશને ટક્કર લગાવ્યા બાદ કારચાલક કાર લઈને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ રાકેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન રાકેશનું કરૂણ મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા વાહન ચાલક ની સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. રાકેશનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતના ડિંડોલી વિસ્તારમાં દૂધ લેવા નીકળેલા યુવાનને કારે લગાવી જબરદસ્ત, યુવાનનું કરૂણ મૃત્યુ – જુઓ CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*