હાલમાં ગાંધીનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જવાન જોધ દીકરાના મૃત્યુના સમાચાર સાંભળીને થોડાક કલાકોમાં જ દાદીનું પણ કરુણ મૃત્યુ થયું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર પૌત્રના મૃત્યુ બાદ દાદીને આઘાત લાગી ગયો હતો.
અને પાંચ કલાક બાદ દાદીનું પણ હાર્ટ એટેક આવવાના કારણે કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર દાદીમા મુંબઈમાં પોતાના દીકરા સાથે રહેતા હતા અને દાદીમાનો મોટો દીકરો ગાંધીનગરમાં રહે છે. મળતી માહિતી અનુસાર ગાંધીનગર શહેરમાં સેક્ટર 22 વાસ્તુ નિર્માણ સોસાયટીના પ્લોટ નંબર 747/5 માં રહેતા કિશનભાઇના 18 વર્ષીય દીકરા પૃથ્વીનું ગઈકાલે એકટીવા સ્લીપ થઇ જવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનામાં ગંભીર ઇજા પહોંચી હોવાના કારણે પૃથ્વીનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવાર જણાવવા માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં મુંબઈમાં રહેતા પૃથ્વીના કાકા અને પૃથ્વીના દાદીમાં ગાંધીનગર પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો પૃથ્વી પોતાના દાદીનો લાડકો દીકરો હતો.
પૃથ્વીના મૃત્યુના કારણે પૃથ્વીના દાદીને ભારે આઘાત લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર દાદદીએ મૃત્યુ પામેલા પૃથ્વીનું મોઢું જોયું અને થોડીક જ કલાક બાદ દાદીને હાર્ટ એટેક આવ્યો હતો અને આ કારણોસર દાદીનું પણ કરુણ મૃત્યુ થયું હતું.
એકસાથે દાદી અને પૌત્રની અંતિમયાત્રા નીકળતા પરિવારજનો અને અંતિમયાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખમાં આંસુ હતા. મળતી માહિતી અનુસાર આશરે દોઢ વર્ષ પહેલા દાદાનું મૃત્યુ થયું હતું અને હવે પરિવારમાં એક સાથે દાદી અને પુત્રની અંતિમયાત્રા નીકળતા પરિવાર ભાંગી પડયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment