હાલ તો સમગ્ર દેશમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે વાત કરીએ તો ગુજરાતમાં માર્ચ મહિનાની મધ્યસ્થ ગરમી ખૂબ જ વધી રહી છે, ત્યારે લોકો કાળા તડકાના ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને લોકો આવા કાળા તડકાનું બહાર જવાનું ટાળે છે. ત્યારે જોઈએ તો હીટવેવની અસર ઘટતા તાપમાનમાં એકથી ચાર ડિગ્રીનો ઘટાડો થતો જોવા મળ્યો છે.
જેના કારણે લોકો સામાન્ય ગરમીથી રાહત મેળવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બુધવારના રોજ મૂર્ગશિષ નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. જે દરમ્યાન pre-monsoon ની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, આ નક્ષત્રનું વાહન ઘેટુ છે. આ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને વરસાદ નહિવત હોય છે.
જ્યારે 22-6-2022 થી આદ્રા નક્ષત્ર શરૂ થશે. જેમાં ધીમે ધીમે વરસાદની શરૂઆત થાય છે અને ખેડૂતો વાવણીની પણ શરૂઆત કરે છે. હાલ, ગરમીમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આવનારા ચોમાસા ની આગાહી શરૂ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે કયા નક્ષત્રમાં કયા પ્રકારનો વરસાદ વરસે છે. ત્યારે વાત કરીએ પુનવર્શું નક્ષત્રની તો તેની શરૂઆત 6-7-2022 થી થઈ રહી છે.
આ દરમિયાન સામાન્ય પવન સાથે વરસાદ પડતો હોય છે અને મોટેભાગે ઓછો વરસાદ નોંધાતો હોય છે. ત્યારબાદ આવે છે આશ્લેષા નક્ષત્ર, જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડે છે. અને અમુક જગ્યા પર અતિવૃષ્ટિ પણ આવે છે. આ નક્ષત્ર દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ વરસતો હોય છે અને પૂર જેવી પરિસ્થિતી પણ સર્જાતી હોય છે.
અને પછી આવે છે મઘા નક્ષત્ર જેમાં વરસાદમાં ધીમેધીમે ઘટાડો થવા લાગે છે અને પાણીની સમસ્યા પણ દૂર થાય છે. આ નક્ષત્ર 17-8-2022 થી શરૂ થાય છે જેની નોંધ લેશો. હાલ, જ્યારે મોટા પ્રમાણમાં હીટવેવ થઈ રહ્યો છે ત્યારે આગામી ચાર થી પાંચ દિવસમાં તેમાં ઘટાડો નોંધાય તેવી આગાહી કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગનું અનુમાન છે કે, થોડાક દિવસ માટે લોકોને ગરમીમાંથી રાહત મળશે. હાલ, જ્યારે તાપમાન ૪૨ થી 42 ડિગ્રી સુધી પહોંચી જાય છે ત્યારે આગામી થોડાક દિવસમાં તેમાં ઘટાડો થશે. હવામાન વિભાગની આગાહીથી લોકોએ રાહત નો શ્વાસ લીધા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment