વિરાટ કોહલી બન્યો પુષ્પા! વિરાટ કોહલીએ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં મેકસવેલ વેડિંગ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કર્યો – જુઓ વિડિયો

Published on: 5:00 pm, Thu, 28 April 22

હાલમાં બોલિવૂડ એકટ્રેસ અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયામાં પોતાના પત્ની વિરાટ કોહલી સાથેના કેટલાક ફોટાઓ શેર કર્યા છે. આ ફોટા ક્રિકેટર મેકસવેલ વેડિંગ પાર્ટીના છે. મેકસવેલ વેડિંગ પાર્ટીમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ટ્રેડિશનલ અંદાજમાં જોવા મળ્યા હતા.

મેક્સવેલ વેડિંગ પાર્ટીમાં ઇન્ડિયન ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ‘પુષ્પા’ મુવીના ગીત ‘ઉ અંટાવા’ પર જબરદસ્ત ડાન્સ કર્યો હતો. હાલમાં વિરાટ કોહલી ના ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, વિરાટ કોહલી ટ્રેડિશનલ કપડા પહેરેલા છે.

અને તેઓ મેક્સવેલ વેડિંગ પાર્ટી માં બેકગ્રાઉન્ડમાં વાગી રહેલા પુષ્પા મુવીના અંટાવા ગીત પર અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં જબરદસ્ત રીતે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર મેક્સવેલે 27 માર્ચના રોજ વિની રમન સાથે તમિળ વિધિ ઓસ્ટ્રેલિયામાં લગ્ન કર્યા હતા.

હાલમાં ભારતમાં આઇપીએલ ચાલતી હોવાને કારણે મેક્સવેલ લગ્ન થઈ ગયા બાદ તરત જ ભારત આવ્યા હતા. પોતાના લગ્નના એક મહિનો થતા મેક્સવેલે RCB ટીમને પાર્ટી આપી હતી. પાર્ટીમાં આરસીબી ટીમના દરેક ખેલાડીઓ ટ્રેડિશનલ કપડામાં જોવા મળ્યા હતા. અને આ પાર્ટીમાં વિરાટ કોહલીએ જબરદસ્ત ડાન્સ કરીને પાર્ટીની રોનક ફેરવી નાખી હતી.

હાલમાં વિરાટ કોહલીના ડાન્સ નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકોને વિરાટ કોહલી નો ડાન્સ નો વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો ટ્વીટરમાં RCBIANS OFFICIAL નામના યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 27 હજારથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વિરાટ કોહલી બન્યો પુષ્પા! વિરાટ કોહલીએ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં મેકસવેલ વેડિંગ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કર્યો – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*