દુલ્હનના પિતાએ જાનમાં આવેલા વરરાજાના મિત્ર સાથે પોતાની દિકરીના લગ્ન કરાવી દીધા, જાણો શા માટે દુલ્હનના પિતાએ આવું કર્યું…

Published on: 4:29 pm, Thu, 28 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. મળતી માહિતી અનુસાર લગ્ન મંડપ તૈયાર હતો. જાનમાં ડીજે વાગી રહ્યું હતું. જાન દુલ્હનના ઘરે પહોંચી આવી હતી. ત્યારે વરરાજા પોતાના મિત્રો સાથે ડીજેના તાલ પર જબરદસ્ત ડાન્સ કરવા લાગે છે.

ડીજેના ધૂન પર વરરાજાએ આટલો ડાન્સ કર્યો કે દુલ્હનના પિતા રોષે ભરાયા અને લગ્ન પહેલા એક અન્ય યુવકને બોલાવ્યો અને તેની સાથે પોતાની દીકરીના લગ્ન કરાવી દીધા. આ ઘટના મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં બની હતી. સમગ્ર ઘટનાને લઇને યુવતીના પિતાનું કહેવું છે કે, વરરાજા જાન લઈને આવ્યો ત્યારે નશામાં ધૂત હતો.

તેથી તેને પોતાની દીકરીના લગ્ન બીજા યુવક સાથે કરાવી દીધા. વધુમાં દુલ્હનના પિતાએ કહ્યું કે, જાન મુહૂર્ત પછી ચાર વાગે આવી હતી. આટલું જ નહીં પરંતુ તેમના પિતાએ જણાવ્યું કે, જાન આવી ત્યારબાદ વરરાજા આઠ વાગ્યા સુધી નાચતો રહ્યો.

મોઢું આવવાનું કારણ પૂછતાં જ જાનૈયાઓએ માથાકૂટ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ છોકરી વાળા હોય વરરાજા સહિત જાનૈયાઓ પર પ્રહાર કર્યા હતા. તેથી તે બધા ભાગી ગયા હતા. યુવતીના પિતાએ જણાવ્યું કે જાન ઘેર સુધી આવી ગઈ અને લગ્ન ન થાય તો પરિવારની બદનામી થશે.

તેથી આ સમગ્ર ઘટનાને લઇને યુવતીના પિતા પંચાયત પાસે પહોંચ્યા હતા. ત્યારે છેલ્લે નક્કી કર્યું કે લગ્નના જ મંડપમાં થશે પરંતુ અન્ય યુવક સાથે. ત્યારે યુવતીના પિતાએ જાનમાં આવેલા એક યુવક સાથે યુવતીના લગ્ન કરાવી દીધા હતા.

એટલું જ નહીં પરંતુ પહેલા વરરાજાએ બીજા દિવસે બીજી યુવતી સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ દરમિયાન જાન માં લગ્ન પહેલા વરરાજાએ ડાન્સ કર્યો ન હતો. આ સમગ્ર ઘટનાને લઇને વરરાજાએ કહ્યું કે ભગવાન જોડી બનાવે છે જ્યાં લગ્ન લખ્યા હોય ત્યાં જ થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દુલ્હનના પિતાએ જાનમાં આવેલા વરરાજાના મિત્ર સાથે પોતાની દિકરીના લગ્ન કરાવી દીધા, જાણો શા માટે દુલ્હનના પિતાએ આવું કર્યું…"

Leave a comment

Your email address will not be published.


*