રાજકોટમાં ધોરણ-10માં ભણતી દીકરીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો આ પગલું ભરવા પાછળનું કારણ…

રાજકોટમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાના કિસ્સાઓ ખૂબજ વધી ગયા છે. વિદ્યાર્થીઓ નબળું પરિણામ આવવાના ડરના કારણે પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં ધોરણ-10માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના રાજકોટ શહેરના માંડાડુંગરમાં બની હતી. મળતી માહિતી અનુસાર ધોરણ-10માં ભણતી વિદ્યાર્થિનીએ રિઝલ્ટ નબળું આવવાના ડરથી ગઈ કાલે સવારે ગળાફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

પોલીસે દીકરીના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મળતી માહિતી અનુસાર માંડાડુંગર પાસે ઓમ તિરુમાલા સોસાયટી નંબર 1 માં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ ગઈકાલે સવારમાં પરિવારજનો સાથે નાસ્તો કર્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થિનીએ ઘરના પ્રથમ માળે રૂમમાં પંખા સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો.

મોડે સુધી દીકરી નીચે ના આવી તેથી માતા દીકરીને બોલાવવા માટે ઉપર જાય છે અને ત્યારે રૂમમાં માતા દીકરીનું મૃતદેહ લટકતી હાલતમાં જોવે છે. ત્યારબાદ આ ઘટનાની જાણ 108ની ટીમને કરવામાં આવે છે. ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમ ના તબીબે દીકરીને મૃત જાહેર કરી હતી.

આ ઘટનાની જાણ આજીડેમ પોલીસને કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે દીકરી છેલ્લા બે-ત્રણ દિવસથી રીઝલ્ટને લઈને ગુમસુમ રહેતી હતી. દીકરીના પિતા ઢોસાની રેગડી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા છે. લાડકડી દીકરીનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

દરેક ધોરણ 10 અને 12 ના બાળકો માટે એક ખાસ વાત, તમારી બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ગમે તેવું આવે પરંતુ રિઝલ્ટની ચિંતામાં કોઈપણ દિવસ આ પ્રકારનું પગલું ભરતા નહીં. નપાસ થશો તો બોર્ડની પરીક્ષા બીજી વખત આપી શકશો. પરંતુ આ અમૂલ્ય જીવન બીજી વખત નહીં મળે. તેથી દરેક વિદ્યાર્થીઓ ને એક વિનંતી છે કે, ડિપ્રેશન અને રિઝલ્ટની ચિંતામાં આવીને આ પ્રકારનું પગલું ન ભરતા. 

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*