આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. લોકો નાની નાની બાબતમાં માથાકૂટ કરીને એક બીજાનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બે ભાઈઓએ મળીને પોતાની બહેના પ્રેમીનો જીવ લઈ લીધો છે. આ ઘટના ઉત્તરપ્રદેશથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર એક યુવતીના બે ભાઇઓએ સૌપ્રથમ યુવતીના પ્રેમીના ગળા પર ધારદાર વસ્તુથી પ્રહાર કર્યા અને ત્યારબાદ પિસ્તોલ વડે પ્રેમી પર પ્રહાર કરીને તેનો જીવ લઇ લીધો. મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના મેરઠમાં આવેલ સરઘનામાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં મેતો 25 વર્ષીય યુવક તેની પડોશમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
યુવકનું નામ જૈકી પટવારી અને યુવતીનું નામ આંચલ છે. મળતી માહિતી અનુસાર પ્રેમ સંબંધને લઇને બંને ભાગીને પ્રેમ લગ્ન કરી લીધા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો અને યુવતીના ભાઈઓ ભારે ગુસ્સામાં ભરાયા હતા. ત્યાર બાદ યુવતીના ભાઈઓ અને પરિવારજનો દ્વારા જૈકીને અનેક વખત જીવ લેવાનો ડારો બનાવવામાં આવતો હતો.
મળતી માહિતી અનુસાર એક દિવસ આંચલના બન્ને ભાઈઓ જૈકીના ઘરે પહોંચ્યા હતા અને જૈકીની સાથે માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને ભાઈઓએ મળીને સૌ પ્રથમ જૈકીના ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા અને ત્યારબાદ પિસ્તોલ વડે પ્રહાર કરીને જૈકીનો જીવ લઇ લીધો હતો.
એટલું જ નહિ પરંતુ આ ઘટના બની ત્યારે બહેન આંચલ વચ્ચે પડી ત્યારે બંને ભાઈઓએ પોતાની બહેન પર પણ જોરદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. બન્ને આરોપીઓના અંશુ અને સાગર નામે ઓળખાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં આરોપીની બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં આરોપી અંશુની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે સાગર નામના આરોપીની શોધખોળ ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment