દીકરી ગ્રીષ્માની આઘાત પામનારી માતાએ લખી એક ચિઠ્ઠી, માતા એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે, વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…

Published on: 12:28 pm, Fri, 22 April 22

સુરત શહેરમાં 12 ફેબ્રુઆરીના રોજ પાસોદરા વિસ્તારમાં દીકરી ગ્રીષ્માનો ફેનીલ ગોયાણી નામના યુવકે જાહેરમાં જીવ લઇ લીધો હતો. આ ઘટનાએ સમગ્ર ગુજરાતની જનતાને મચાવી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈ લે ગઈકાલે આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટે દોષિત જાહેર કર્યો છે.

મળતી માહિતી અનુસાર ગઈકાલે આરોપી ફેનીલ ગોયાણીને કોર્ટમાં ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા હતા. પરંતુ આરોપીએ એક પણ સવાલનો જવાબ આપ્યો ન હોતો અને ચૂપ જ રહ્યો હતો. આ ઉપરાંત આરોપીના મોઢા પર પસ્તાવાનો ભાવ પણ ન હતો. આજ રોજ કોર્ટમાં આરોપીની સજા પર દલીલો ચાલી રહી છે.

સરકારી પક્ષ અને ગ્રીષ્માના પરીવારજનોની માંગ છે કે આરોપીને ફાંસીની સજા મળે. આ ઉપરાંત કોર્ટમાં આરોપીને પૂછવામાં આવ્યું હતું કે, તમારે કંઈ કહેવું છે. આ અગત્યનો તબક્કો છે. તમે જે કહેશો તે સાંભળવામાં આવશે. આ ઉપરાંત તમે એકાંતમાં કહેવા માંગતા હોય તો કોર્ટ ખાલી કરી દઈએ.

તમને મૃત્યુદંડ કે આજીવન કેદની સજા થઇ શકે છે. જ્યારે કોર્ટે આરોપીને પૂછ્યું કે તમને મૃત્યુદંડની સજા કેમ ન કરે. ત્યારે આરોપીએ કંઈ પણ કહેવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યારે દીકરી ગ્રીષ્માને યાદ કરીને ગ્રીષ્માના કાકી રાધિકાબેન રડી પડ્યા હતા. રડતા રડતા તેમને જણાવ્યું કે, જે બનાવ બન્યો છે તેવો બનાવ બન્યો ન જોઈએ.

આ ઉપરાંત જણાવ્યું કે આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધમાં જેટલી પણ કલમો લગાડવામાં આવી છે. તેથી અમે સંતુષ્ટ છીએ. સમાજમાં રોજને રોજ આવા બનાવો બને છે. હવે આવા બનાવો ન બને તે માટે આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.

જેથી અમારી દીકરી ગ્રીષ્મા જેવી અન્ય કોઈ ગ્રીષ્મા ન હોમાય. ત્યારે મૃત્યુ પામેલી દીકરી ગ્રીષ્માની આઘાત પામનારી માતા એક ચિઠ્ઠી લખી છે. દીકરી ગ્રીષ્માની માતા વિલાસબેન વેકરીયાએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, મારી દીકરીનો જીવ લેનાર આરોપીને ફાંસીની સજા થવી જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "દીકરી ગ્રીષ્માની આઘાત પામનારી માતાએ લખી એક ચિઠ્ઠી, માતા એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે, વાંચીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે…"

Leave a comment

Your email address will not be published.


*