સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં વાંદરાઓના ઘણા વારંવાર વિડીયો જોયા હશે. વાંદરાઓ ખૂબ જ રમૂજી અને ચતુર હોય છે. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં વાંદરા કોઈ વ્યક્તિ સાથે ખૂબ જ મસ્તી કરતા હોય છે અને તેને પરેશાન કરી મૂકતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં લાંચ લેતા એક વાંદરા નો વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
આ વિડીયો જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વાંદરો વાંદરા ઉપર કોઇ એક વ્યક્તિના ચશ્મા લઈને બેઠો છે. હકીકતમાં એવું હતું કે, વાંદરો એક વ્યક્તિના હાથમાં ફ્રુટી જોઈ જાય છે. જેના કારણે વાંદરો તે વ્યક્તિ પાસેથી ફ્રુટી મેળવવા માટે તે વ્યક્તિના ચશ્મા છીનવી લે છે.
ત્યારબાદ વાંદરો એક પાંજરા પર ચડીને બેસી જાય છે. ત્યારબાદ તે યુવક પોતાના ચશ્મા મેળવવા માટે વાંદરાને ફ્રુટી આપે છે. જ્યારે વાંદરાને ફ્રુટી મળી જાય છે. ત્યાર બાદ તે યુવકના ચશ્મા નીચે ફેંકી દે છે. વાંદરાએ ફ્રુટીની લાંચ લઈને તે યુવકને તેના ચશ્મા પરત કર્યા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થયેલો આ રમુજી વિડીયો ઈન્સ્ટાગ્રામમાં naturetallent નામના એકાઉન્ટમાં શેર કરવામાં આવ્યો છે. 30 લાખથી પણ વધારે લોકોએ વિડીયો અને લાઈક કરી છે. વાયરલ થયેલો આ વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં યૂઝર્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment