જસદણના ખારચીયા પાસે કાર અને સ્કૂલ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, ધોરણ 5માં ભણતી દીકરીનું મૃત્યુ…

Published on: 2:47 pm, Mon, 18 April 22

ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજરોજ સવારે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સ્કૂલ વાહન અને કાર વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં ધોરણ 5માં ભણતી ગોરી નામની દીકરીનું મૃત્યુ થયું છે. આ અકસ્માતમાં આઠ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઇજાગ્રસ્ત લોકોને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલી દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના એસેન્ટ કાર અને સ્કૂલ વાન વચ્ચે બની હતી. અકસ્માત બન્યો ત્યારે ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

અકસ્માતની ઘટનામાં સ્કૂલવાન ડ્રાઇવર વાહનમાં ફસાઇ ગયો હતો તેને એક કલાકની ભારે જહેમત બાદ વાહન માંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર હનુમાન ખારચીયા ગામ તરફથી સ્કૂલ વાન આવી રહ્યું હતું.

ત્યારે હાઈવે પર ગોળાઇમાં સામેથી આવતી એ સહકાર સાથે સ્કૂલ વાહનની જબરદસ્ત થઈ હતી. અકસ્માતની ઘટનામાં ધોરણ 5માં ભણતી માસૂમ દીકરી નો કરુણ મૃત્યુ થયું છે. આ અકસ્માતની ઘટનામાં સ્કૂલ વાહનો ભાંગીને ભૂકો થઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર સ્કૂલ હનુમાન ખારચીયા ગામ થી નીકળીને વીરનગર ગામ તરફ જઇ રહ્યું હતું ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડયો હતો. દીકરી નું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જસદણના ખારચીયા પાસે કાર અને સ્કૂલ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, ધોરણ 5માં ભણતી દીકરીનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*