IPL ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ક્રિકેટને લગતા ઘણા બધા સમાચાર સામે આવતા હોય છે. આજે આપણે ક્રિકેટ ને લગતી આવી જ એક ચકચારી બાબતને લઈને વાત કરવા જઈ રહ્યા છીએ.આપણે જાણીએ છીએ કે છેલ્લા થોડાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં ઘણા મતભેદ જોવા મળી રહ્યા છે.
વિરાટ કોહલી એ પણ ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ BCCI દ્વારા ત્રણેય ફોર્મેટમાં કાયમી કેપ્ટન તરીકે રોહિત શર્મા ની પસંદગી કરવામાં આવી હતી. હાલ, રોહિત શર્મા ના નેતૃત્વ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ ખૂબ જ સારું પરિણામ આપી રહી છે.
વાત કરીએ રોહિત શર્માની તો… તેઓના કેપ્ટન બન્યા બાદ ટીમમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. ખરાબ પરિણામ આપતા ખેલાડીઓની ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે અને નવા ખેલાડીઓને તક આપવામાં આવી રહી છે. તમને એ પણ જણાવી દઈએ કે, રોહિત શર્મા પણ રાજીનામું આપી શકે છે. રોહિત શર્મા હાલ ૩૪ વર્ષની છે. આ ઉંમરમાં ખેલાડી પોતે નિવૃત્તિ લેવાનું વિચારતા હોય છે. આ દરમ્યાન જો રોહિત શર્મા પોતાના કેપ્ટન પદેથી રાજીનામું આપશે તો નવું કેપ્ટન કોણ હશે? તેની શોધ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.
ત્યારે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર ડેનિશ કનેરિયા એ જણાવ્યું છે કે, મહેન્દ્ર સિંહ ધોની આ ખેલાડીને ઇન્ડિયાનો કેપ્ટન બનાવવા ઈચ્છે છે. મહેન્દ્રસિંહ ધોની એ ખૂબ જ સારા ખેલાડી અને કેપ્ટન રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં મહેન્દ્ર સિંહ ધોની રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમનો કેપ્ટન બનાવવા ઈચ્છે છે.
ડેનિશ કનેરિયા એ વધુમાં ઉમેર્યું હતું કે, કેપ્ટનશીપ કરવી એ સરળ કામ નથી. આ કામ ખૂબ જ દબાણ ભર્યું છે. IPL માં જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને તે ખૂબ જ સારી રીતે તેમની ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પોતાના જબરદસ્ત મેનેજમેન્ટથી તે આગામી ભારતીય ટીમનો કેપ્ટન પણ બની શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment