શું તમે પણ પીઠ ના દુ:ખાવાથી પીડિત છો? તો આજે જ આ રામબાણ ઇલાજ અપનાવીને આ દુ:ખાવાથી મુક્ત થાઓ.ઘણા લોકો હોય છે કે જેઓને કાયમી ધોરણે પીઠનો દુખાવો રહેતો હોય છે.પીઠનો દુખાવો દૂર કરવા માટે એક અનોખા જ નુસખા વિશે આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. આ ફ્રૂટનું સેવન કરવાથી કમરના દુ:ખાવા માં રાહત મળી શકે છે.
બ્રોકલી એકમાત્ર એવું ફ્રૂટ છે કે તેમાં વિટામિન સી અને એ સિવાય પણ ઘણા બધા પોષક તત્વો રહેલા છે. બ્રોકલી નું સેવન કરવાથી શરીરમાં થતા દુખાવાને મટાડી શકાય છે. બ્રોકલીમાં રહેલા આ તમામ પોષક તત્વો અને તેમાં રહેલા ગુણોના કારણે શરીરના વિવિધ ભાગોમાં થતો દુખાવો ઝડપથી રિકવર કરી શકાય છે.બ્રોકલીની ભાજી અથવા સૂપ બનાવીને પણ તમે પી શકો છો…
આજના સમયમાં તમામ લોકો ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન હોય છે. પરંતુ આ ફાસ્ટ ફૂડ માંથી શરીરને અનુકૂળ પોષક તત્વો મળી રહેતા નથી. ત્યારે પોષક તત્વોની ખામીના કારણે શરીરના અલગ અલગ ભાગોમાં દુખાવો થવાનું ચાલુ થાય છે. આ દુખાવાને દૂર કરવા માટે શરીરમાં પોષક તત્વો જેવા કે પ્રોટીન,વિટામિન અને અન્ય તત્વોની ઉણપને દૂર કરવી જોઈએ. ત્યારે પીઠના દુખાવાને દૂર કરવા બ્રોકલીનું સેવન શ્રેષ્ઠ ઉપાય છે.
આ દુખાવાને દૂર કરવા માટે એક અનોખો ઉપાય પણ છે. આ દુખાવો દૂર કરવા માટે ડ્રાયફ્રુટ નું સેવન કરી શકીએ છીએ કારણકે ડ્રાયફ્રુટમાંથી પણ આપણને સારી એવી માત્રામાં પ્રોટીન, વિટામિન અને અન્ય તત્વો મળી રહે છે. ડ્રાયફુટને રાત્રે પલાળીને રાખ્યા બાદ સવારે તેનું સેવન કરવું શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ નુસખો દુખાવો દૂર કરવામાં ઝડપથી કામ આપે છે અને જો આ નુસખાથી સાંધાના દુખાવા માં ફેર ના પડે તો તેમાં કોઈ દુઃખ કે અફસોસ કરવાની જરૂર નથી, કારણકે સાંધાના દુખાવાને દૂર કરવા સિવાય પણ ડ્રાયફ્રુટ અન્ય આરોગ્ય સંબંધી લાભ પહોંચાડે છે.
નિષ્ણાતો મુજબ, શરીરમાં ઓમેગા-3 ફેટી એસિડની અછત હોય તો પણ શરીરના ભાગો માં દુખાવાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં એસીડ થી ભરપૂર એવી ફિશનું સેવન કરવું લાભદાયક છે. તો બીજી તરફ વેજિટેરિયન લોકો માટે બ્રોકલી તેમજ ડ્રાયફ્રુટનું સેવન કરવું લાભદાયક છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment