આને કહેવાય દેશી ધુળેટી! આ બે દાદા એવી રીતે ધુળેટી રમ્યાં કે, વિડીયો જોઈને તમે પણ હસી પડશો…

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

ધુળેટીમાં લોકો અલગ-અલગ રીતે ધુળેટી રમતા હોય છે. ઘણા લોકો પાણીથી ધુળેટી રમતા હોય છે ઘણા લોકો ગુલાલ અથવા તો પાકા રંગથી ધુળેટી રમતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં અનોખા અંદાજમાં ધુળેટી રમતા બે દાદાનો વીડિયો સામે આવ્યો છે.

વાયરલ થયેલો આ વીડિયો જોઈને તમે પણ પોતાની હસી નહીં રોકી શકો. આ બે દાદા પોદળાથી ધૂળેટી રમી રહ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે મોટી ઉંમરના વ્યક્તિ ધુળેટી રમતા દેખાઈ રહ્યા છે. આ બંને વ્યક્તિ ધુળેટી કોઈ કલર અથવા તો ગુલાલથી નહીં પરંતુ પોદળાથી રમી રહ્યા છે.

બંને દાદા એકબીજા પર પોદળા ઉડાવી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને દાદા પોદળાથી એકબીજાનું મોઢું બગાડી રહ્યા છે. પોદળા ધુળેટી રમતી વખતે બંને દાદાના સફેદ કપડા પોદળાથી બગડી ગયા છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલું આ વિડીયો જોઈને લોકો ખૂબ જ ખુશ થઇ ગયા છે. આટલું જ નહીં પરંતુ વીડિયો સોશિયલ મીડિયામાં એક બીજાને શેર કરી રહ્યા છે. વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં ઘણા યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે, આ છે જુના જમાનાની અસલી ધુલેટી. એક યુઝર્સ કહી રહ્યો છે કે સાચી મજા આને જ કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*