રશિયા અને યુકેના વિવાદ વચ્ચે ભારતીય વિદ્યાર્થીનીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી – જુઓ વિડિયો

હાલમાં રશિયા અને યુક્રેનના વિવાદો ખૂબ જ વધી ગયા છે. બંને દેશો એકબીજા પર પ્રહાર કરી રહ્યું છે. યુક્રેનમાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે. ત્યારે આ સમગ્ર વિવાદ અને ડરનો માહોલ વચ્ચે ગઈકાલે એક ભારતીય વિદ્યાર્થીનીનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં યુક્રેનમાં ફસાયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓના વીડિયો સામે આવ્યા છે. યુક્રેનમાં રહેલા ભારતીય વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા માટે ત્યાં તરફડીયા મારી રહ્યા છે.

કોઈને પણ ખબર નથી કે તેનો કાલનો દિવસ કેવો હશે. રોમાનિયાની રાષ્ટ્રીય રાજધાની બુકારેસ્ટ ખાતે અનેક ભારતીય વિદ્યાર્થીઓ અત્યારે વતન પરત ફરવા માટેની રાહ જોઈ રહ્યા છે.

યુક્રેન દ્વારા કેટલાક ભારતીયોને દેશમાંથી બહાર કાઢી નાખ્યા છે. ત્યારબાદ ભારતીતીઓ રોમનિયા, પૉલેન્ડ, બેલારુસ ખાતે આશરો લીધો છે. ત્યાં હાજર તમામ લોકો પોતાના વતન તરફ જવા માટે રાહ જોઈ રહ્યા છે.

ત્યારે ત્યાં હાજર હજારો લોકો દ્વારા એક ભારતીય વિદ્યાર્થીનીનો જન્મ દિવસ ઉજવ્યો છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી રહે છે.

ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવા ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ ચલાવવામાં આવશે અને આ ઓપરેશનમાં અનેક વિદ્યાર્થીઓની વતન પાછા લાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*