પિતાએ પોતાની 1 વર્ષની દીકરી સાથે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 4:17 pm, Tue, 1 March 22

ગાઝિયાબાદમાં બનેલી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાની 1 વર્ષની બાળકીને ગળે ફાંસો લટકાવી દીધો અને ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. આ ઘટના બનતા જ સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ગાઝિયાબાદના વિજયનગરમાં બની હતી.

અહીં એક યુવકને તેની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થઈ ગઈ હતી. બોલાચાલી પછી પતિએ પોતાની એક વર્ષની બાળકીને ગળે ફાંસો લટકાવી દીધો અને ત્યાર બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈને પોતાના જીવનનું અંતિમ પગલું ભર્યું.

મળતી માહિતી અનુસાર જ્યારે પત્નીને સવારે પતિના રૂમમાં ત્યારે આ ઘટના અંગે જાણ થઈ હતી. આ દર્દનાક દ્રશ્યો જોઈને પત્નીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ હતી. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને પિતા અને પુત્રીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર 25 વર્ષીય અમિત ચૌહાણ એક પેટ્રોલ પંપ પર સેલ્સમેનનું કામ કરતો હતો. તે વિજય નગર વિસ્તારમાં પોતાની એક વર્ષની પુત્રી અને પત્ની સાથે રહેતો હતો.

ગુરૂવારના રોજ મોડી રાત્રે કોઈ બાબતને લઈને અમિત તેની પત્ની સાથે બોલાચાલી થઇ હતી. બોલાચાલી થઈ ત્યાર બાદ અમિત પોતાની પુત્રી સાથે બીજી રૂમમાં સુવા ચાલ્યો ગયો હતો. જ્યારે સવારે પત્ની એ રૂમની અંદર જઈને જોયું ત્યારે દીકરી અને પિતાનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું.

આ દ્રશ્ય જોઈને પત્ની ની ચીસ પડી ગઈ હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી એક વર્ષની દીકરીનું નામ ભૂમિકા હતું. આ ઉપરાંત રૂમ માંથી કોઇપણ પ્રકારનું સુસાઇડ નોટ મળ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પિતાએ પોતાની 1 વર્ષની દીકરી સાથે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*