અરવલ્લી જિલ્લામાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલા શિક્ષિકાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મહિલા શિક્ષિકા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે કારમાં શાળાએ જઈ રહી હતી.
ત્યારે રસ્તામાં તેમના કારનું ટાયર ફાટી જતાં કાર પલટી ખાઈ ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકાના સરડોઈની હાઈસ્કૂલમાં રાગિણી પટેલ નામની મહિલા શિક્ષક તરીકે ફરજ બજાવતી હતી. તે આજ રોજ સવારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે પોતાની કાર લઇને રાયગઢ થી શાળાએ જવા માટે નીકળી હતી.
ત્યારે મોડાસાના ખંભીસર પાસે મહિલા શિક્ષિકાના કારનું ટાયર ફાટતાં જ કાર પલટી ખાઈ ગઈ હતી. તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર નો સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગયો હતો.
ઉપરાંત મહિલા શિક્ષિકાનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અને સમગ્ર ઘટનાને લઇને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ પોલીસે મહિલા શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું. મળતી માહિતી અનુસાર કારનું ફાટ્યા પછી કાર બીજી કારની અડફેટે આવી હતી તેના કારણે કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઇ ગઇ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment