રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી અને GPSC ની તૈયારી કરતી એક પરિણીત મહિલાનો મૃતદેહ 13 તારીખ ના રોજ પીધેલી હાલતમાં મળી આવ્યું હતું. આ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારે શુક્રવારના રોજ મૃત્યુ પામેલી મહિલાની લૌકિક પ્રિયા પૂરી થયા બાદ શનિવારે તેનો પતિ પણ ઘરેથી નીકળી ગયો હતો.
અને લાપતા થઈ ગયો હતો. ત્યારે આજરોજ રાંદરડા તળાવમાંથી મૃત્યુ પામેલી મહિલાના પતિ નું વૃદ્ધે મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગયો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આ ઘટનાની જાણ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો ને કરી હતી.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી શીતલ મહેશભાઈ ચનીયારા 13 તારીખ ના રોજ બપોરે ઘરેથી લાઇબ્રેરી એ જોઉં છું તેમ કહીને નીકળી હતી. 14 તારીખ ના રોજ તે બેભાન હાલતમાં મળી આવી હતી.
ત્યારબાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. 17 તારીખે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. એસિડ પીવાના કારણે શીતલનું મૃત્યુ થયું હતું તેવો ખુલાસો થયો હતો.
હજી તો પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી ત્યાં આજરોજ શીતલના પતિ મહેશ મૃતદેહ રાંદરડા તળાવમાંથી મળી આવ્યું હતું. મળતી માહિતી અનુસાર મહેશ શનિવારે ઘરેથી સવારે નીકળી ગયો હતો.
તે ઘરે પોતાનો મોબાઇલ અને પર્સ છોડીને ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment