રાજ્યમાં વરસાદ ને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી,કરા પડવાની આગાહી

આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાથી ગુજરાતમાં ઠંડી પડશે. અમદાવાદ અને ગાંધીનગર માં યલો એલર્ટ જાહેર રાજ્યમાં 2022 ની શરૂઆત બાદ દિવસે ને દિવસે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ભારે ઠંડીની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ તેમજ ગાંધીનગરમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની સાથે જ બનાસકાંઠા તેમજ પાટણમાં તો હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડશે.

ગઈકાલે રાતે અમદાવાદ સહિતના રાજ્યોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે જતો રહ્યા હતા. સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ હતી જ્યાં ઠંડીનો પારો 6.8 ડિગ્રી પહોંચી ગયો હતો.

ગાંધીનગરમાં ગઈકાલે રાતે 7 ડિગ્રી તાપમાન હતું જયારે અમદાવાદમાં 10 કરતા પણ ઓછુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગ દ્વારા હવે આવનારા બે દિવસ કચ્છ અને ઉતર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે.

અમદાવાદ,ગાંધીનગર,કચ્છ તેમજ બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ઠંડા પવન ફૂકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*