સેલ્ફી લેવાના ચક્કરમાં કેટલાક લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને સેલ્ફી લે છે. ત્યારે હાલમાં મધ્યપ્રદેશમાં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં સાસુ અને વહુનું નદીમાં તણાઈ જવાના કારણે મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા અરવિંદભાઈ રણછોડભાઈ સોની તેના પરિવાર સાથે મધ્યપ્રદેશના જાણીતા ભેળાધાટ ફરવા ગયા હતા.
જ્યાં તેમની પત્ની અને થનાર પુત્રવધૂ નર્મદા નદીના પ્રવાહમાં સેલ્ફી લેતી વખતે તણાઈ ગયા હતા અને બંનેના ઘટનામાં કરૂણ મૃત્યુ થયા હતા. આ ઘટના બનતા જ કચ્છ અને મુંબઈ સોની સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.
મળતી માહિતી અનુસાર અરવિંદભાઈ રણછોડભાઈ સોની મૂળ સામખિયાળીના વતની છે. મળતી માહિતી અનુસાર અરવિંદભાઈ મુંબઈ જ્વેલર્સનો વ્યવસાય કરે છે. તેઓ પોતાની પત્ની હંસાબેન, પુત્ર રાજ અને થનારી પુત્રવધુ રિદ્ધિ સાથે ભેળાધાટ ફરવા માટે ગયા હતા.
મળતી માહિતી અનુસાર 50 વર્ષીય હંસાબેન અને તેમની થનારી 22 વર્ષીય પુત્ર વધુ રિદ્ધિ જાહેર સ્થળો પર આવેલી એક પથ્થરની ચટ્ટાન પર ચડીને મોબાઈલમાં સેલ્ફી લઈ રહ્યા હતા. તે દરમિયાન બંનેનું સંતુલન ખોરવાઈ જાય છે અને તેઓ નર્મદા નદીમાં પડી જાય છે.
પાણીના ભારે પ્રવાહમાં સાસુ અને વહુ બંને તણાઈ ગયા હતા. ત્યારે આસપાસ ઉભેલા લોકોએ વહેતા પાણીમાં તણાઈ રહેલી બંને મહિલાઓને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પ્રયાસ સફળ રહ્યો નહીં.
અને બંનેના નદીના પાણીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment