પતિની નજર સામે પત્નીનું મૃત્યુ : રાજકોટમાં એક બેકાબુ ટ્રકે બાઈક પર જઇ રહેલા પતિ-પત્નીને લીધા અડફેટેમાં, પત્નીનું મૃત્યુ…

Published on: 2:22 pm, Mon, 10 January 22

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે રાજકોટના નવા રિંગ રોડ પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.. આ ઘટનામાં એક પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના નવા રિંગ રોડ પર અટલ સરોવર પાસે બાલાજી નમકીન ના બેકાબૂ ટ્રકે બાઇક પર જઇ રહેલા પતિ-પત્નીને અડફેટેમાં લીધા હતા.

આ ઘટનામાં પતિને નજર સામે પત્નીનું મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઇને યુનિવર્સિટી પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર ઘટનાને લઇને મૃત્યુ પામેલી મહિલાના પતિ કાંતિલાલ ભાઈએ જણાવ્યું કે, હું મારી પત્ની મીના અને મારા પૌત્ર-પૌત્રીને લઈને મારી બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે જ્યારે અમે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે પહોંચ્યા ત્યારે એક મોટું કન્ટેનર જેમાં બાલાજી વેફર લખેલું હતું.

તેને અમારી બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. તેના કારણે અમે બધા નીચે પડી ગયા હતા અને આ ઘટનામાં મારી પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી તેના કારણે તેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.

ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને કોઈકે આ ઘટનાની જાણ થતા તાત્કાલીક 108 ની ટીમલી કરી હતી. સમગ્ર ઘટનાને લઇને યુનિવર્સિટી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પતિની નજર સામે પત્નીનું મૃત્યુ : રાજકોટમાં એક બેકાબુ ટ્રકે બાઈક પર જઇ રહેલા પતિ-પત્નીને લીધા અડફેટેમાં, પત્નીનું મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*