આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેથી ચૂંટણીના પ્રચારની કમાન હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંભાળશે. અગાઉ માર્ચ મહિના બાદ પ્રવાસ ગોઠવાય રહ્યા છે અને હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને લઇને પ્રદેશ ભાજપ તૈયારીમાં લાગી ગયું છે.
સ્ટાર પ્રચારકો ચૂંટણી સમયે પ્રચાર માટે આવશે પરંતુ ભાજપ કાયમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફેસ પર ચૂંટણી લડી રહ્યા છે. એ જ રીતે આગામી ચૂંટણીને લઈને પણ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે
પ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચાર માટે આયોજન શરૂ કરી દીધું છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસથી ચૂંટણી સુધી 12 જેટલા પ્રવાસ ગોઠવાઈ રહ્યા છે જેમાં રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ ગોઠવવામાં આવશે.
કેટલાક વિકાસના કાર્યોના ખાતમુરત કરવામાં આવશે તો કેટલાક લોકાપર્ણ કામ માં પણ પ્રધાનમંત્રી આવશે તો જ્યારે ચૂંટણી હશે ત્યારે કલસ્ટર મુજબ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે.પ્રદેશ ભાજપ આંતરિક સર્વે કરાવી રહી છે.
જે વિસ્તાર ભાજપ માટે નબળો હશે તેમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ વધારે ગોઠવવામાં આવશે. સાથે જ અર્બન એરિયામાં ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કામ વધારે કરાશે તો રૂરલ વિસ્તારમાં ચૂંટણીલક્ષી સભાઓ વધારે ગોઠવવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment