ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 10 લોકોના મૃત્યુ…

Published on: 11:45 am, Wed, 5 January 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ઝારખંડમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત આજરોજ વહેલી સવારે બન્યો હતો. જેમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર ગેસ સિલિન્ડરથી ભરેલો ટ્રક બસ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જ્યારે અકસ્માત બન્યો ત્યારે બસની અંદર 40થી વધારે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી 25 લોકો અંદાજે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર પાકુડ થી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ-સિલિન્ડરથી ભરેલો ટ્રક બસ અથડાયો હતો તેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઉપરાંત 25 થી પણ વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે તાત્કાલીક આસપાસના લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત ક્રેનની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ અકસ્માતમાં મૃત્યુ નો આંકડો વધી શકે છે.

અકસ્માત લોક ભયંકર બન્યો હતો કે બસ અને ટ્રક નો ભાંગીને ભૂકો થઇ ગયો હતો. અકસ્માતના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગેસ સિલિન્ડરથી ભરેલા ટ્રક અને બસ વચ્ચે ટક્કર થતા સર્જાયો ગંભીર અકસ્માત, 10 લોકોના મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*