રાજ્યના મુખ્યમંત્રીએ તાબડતોબ બોલાવી મહત્વની બેઠક,રાજ્યમાં વિકેન્ડ કરફ્યુ ની પૂરી તૈયારી

દિલ્હી બાદ હવે ઉત્તર પ્રદેશમાં પણ વિકેન્દ કરફ્યુ લાગી શકે છે. ગઈકાલે સાંજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આરોગ્ય સલાહકાર સમિતિ સાથે કોરોના ની સમીક્ષા કરી હતી. ઉત્તર પ્રદેશમાં વધી રહેલા કેસોના કારણે ગઈકાલે સાંજે બેઠક યોજાઈ હતી.

આપને જણાવી દઇએ કે ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત થયા હતા. વધતા જતા કેસોને અંકુશમાં લેવાના પ્રયાસો વચ્ચે ડીડીએમ ની બેઠક બાદ દિલ્હીમાં વિકેન્ડ કરફ્યુ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે કોરોનાવાયરસ ના નવા સ્વરૂપના હળવા હોવાના દાવા છતાં દિલ્હીમાં જે ઝડપે કોરોના ફેલાઈ રહ્યો છે તે ચિંતાજનક બની રહ્યો છે. હવે ઉત્તર પ્રદેશમાં પણ લોકડાઉન કે સખત કોવીડ નિયમોના ભણકારા વાગી રહ્યા છે.

દિલ્હી સરકારે વધતા કોરોના કેસના કારણે એક્શન લેવાની શરૂ કરી દીધી છે. હવેથી દિલ્હીમાં વિકેન્ડ કરફ્યુ અને ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ ના આદેશો આપવામાં આવ્યા છે.

બીજી તરફ મુંબઈમાં પણ લોકડાઉન ને લઈને મેયરે સ્પષ્ટ એલાન કરી દીધું છે.કિશોરી પેડનકરે મોટું એલાન કરતા કહ્યુ છે કે જો દૈનિક કેસનો આંકડો 20 હજાર ને પાર થઈ જશે તો અમે લોકડાઉન લગાવી દઈશું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*