અમરેલીના લાઠી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 1 મહિલાનું મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…

Published on: 1:12 pm, Sun, 26 December 21

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી હાઈવે પર ટોડા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મૃત્યુ થયું હતું.

ઉપરાંત કારમાં સવાર અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ટ્રક ચાલકને પણ ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારમાં સવાર દિવ્યાબેન બારટ (ઉંમર 32 વર્ષ) ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા. ઉપરાંત અકસ્માતમાં હર્ષિરાબેન પ્રશાંતભાઈ બારટ, ક્રિષ્નાબેન રણજીતભાઈ સિંહ બારટ, હરપાલ રણજીતસિંહ બારટને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી.

તેઓને લાઠી બાદ વધુ સારવાર માટે અમરેલી ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને લાઠી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમરેલીના લાઠી હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 1 મહિલાનું મૃત્યુ, 4 લોકો ઈજાગ્રસ્ત…"

Leave a comment

Your email address will not be published.


*