ગુજરાત રાજ્યમાં એવા ઘણા બધા ગામડાઓ છે જ્યા શિયાળા ની ગુલાબી ઠંડીમાં નાના બાળકો શાળા ની બહાર ખુલ્લા મેદાનમાં ભણી રહ્યા છે કારણકે વર્ગખંડ જર્જરિત હોવાથી અંદર બેસાડાય તેમ નથી અથવા તો શાળાને પાડી દેવામાં આવી છે.
છોટાઉદેપુર વાગલવાડમાં સ્કૂલ તૂટેલું બિલ્ડિંગ ફરી ન બનાવતા હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે 16 ડિસેમ્બરે એટલે શુક્વાર ના રોજ વડોદરામાં નેચરલ ફાર્મિંગ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ એક નિવેદન આપ્યું હતું
કે ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા’ જે બાદ ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ મુદ્દે હાઈકોર્ટ સુઓમોટો કરી હતી.
જીતુભાઇ વાઘાણી નું નિવેદન કે અમે શિયાળામાં ખુલ્લામાં જ ભણતા આ નિવેદન ને હાઈકોર્ટ શરમજનક ગણાવ્યું છે.સુનાવણીમાં અધિકારીને કોર્ટ સમક્ષ રૂબરૂ હાજર રહી રિપોર્ટ આપવા આદેશ કર્યો છે તેમજ હાઇકોર્ટે જીતુ વાઘાણીના ‘અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા’ નિવેદન શરમજનક ગણી રાજ્ય સરકારને નોટીસ આપી જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
હાઈકોર્ટ વધુમાં જણાવ્યું કે શિયાળાની કડકડતી ઠંડીમાં બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબુર છે જે કોઈપણ કાળે ચલાવવામાં નહિ આવે.
તૂટેલી બિલ્ડિંગને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહિ, કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ હોતા નથી’ ત્યારે 2020માં વરસાદને કારણે સ્કૂલનું બાંધકામ તૂટી ગયું હતું
જે બાદ શિક્ષણ વિભાગ પાસે નવી ઈમારત બનાવવા માંગણી પણ કરવામાં આવી હતી પણ શિક્ષણ વિભાગની ઉદાસીનતાને કારણે હાલ બાળકોને ખુલ્લામાં બેસી ભણવાનો વારો આવ્યો છે જે સાંખી લેવાય તેમ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment