આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે જસદણ તાલુકાના સાણથલી ગામ નજીક એક મીની ટ્રક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો છે.
આ અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ અને 20 મહિલાઓ ઇજાગ્રસ્ત થાય છે તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર વહેલી સવારે કેટરર્સનું ગ્રુપ ધારી થી સુરેન્દ્રનગરના ગેડીયા ગામે જઈ રહ્યા હતા.
ત્યારે જસદણના સાણથલી નજીક મોડી રાત્રે ટ્રકને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર જસદણના સાણથલી નજીક ટ્રક અચાનક પલટી ખાઇ જતા અંદર બેઠેલી મહિલાઓ રસ્તા પર ફંગોળાઇ ગઇ હતી.
અકસ્માતમાં શારદાબેન મગનભાઈ નામની એક મહિલાનું મૃત્યુ થયું હતું. ઉપરાંત અન્ય મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી તેઓને સારવાર માટે 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
અકસ્માત કેવી રીતે થયો એની હજુ કોઈ પણ ખબર સામે આવી નથી. અકસ્માતની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
અને આ ઘટનાની જાણ 108 ને કરી દીધી હતી. ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment